અમદાવાદમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી મહિલાઓનું ક્રાઇમ બ્રાન્ચ બહાર હલ્લાબોલ, પોલીસ સાથે ઘર્ષણ

Spread the love

અમદાવાદ પોલીસે ગેરકાયદે વસવાટ કરનાર પર સ્ટ્રાઈક કરીને આજે 890 જેટલા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યાં હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ડિટેઇન કરાયેલા વ્યક્તિઓનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિટેઇન કરાયેલા વ્યક્તિઓ પાસેના પુરાવાઓની ચકાસણી દરમિયાન પોલીસ અને બાંગ્લાદેશી મહિલાઓ વચ્ચે વિવાદ વિરોધ સર્જાતા ઘર્ષણ સર્જાઇ હતું.

પુરાવાઓ કેવી રીતે અને કોની પાસેથી બનાવ્યા એની તપાસ થશે. કેટલાક બાંગ્લાદેશીઓ પાસે દસ્તાવેજી પુરાવા ન હોવાના કારણે ડિજિટલ વેરિફિકેશન કરવામાં આવશે. ડિજિટલ વેરિફિકેશન કરાવવા માટે સાયબર ક્રાઇમ ઓફિસ લઈ જવામાં આવ્યા છે. જો કે વેરિફિકેશન દરમિયાન બોલાચાલી બાદ બાંગ્લાદેશી મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
બાંગ્લાદેશીના પરિવારોએ ક્રાઈમ બ્રાન્ચની બહાર હલ્લાબોલ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે,પહલગામ નિર્દોષના લોહીથી રકતરંજિત થયા બાદ રાજ્યની પોલીસ પણ એકશન મોડમાં છે. ગત રાત્રે સુરત અને અમદાવાદમાં ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે ગુજરાતમાં વસતા કુલ 990થી વધુ બાંગ્લાદેશીને ઝડપી પાડ્યાં છે. ગત રાત્રે મોટું ઓપરેશન હાથ ધરીને અમદાવાદમાં એક જ રાતમાં 890 ગેરકાયદે વસતાં બાંગ્લાદેશીને ઝડપી પાડ્યાં છે જેમાંથી અમદાવાદમાં 436 પુરુષ, 240 મહિલા, 214 બાળકો છે.

જ્યારે સુરતમાંથી 132 ગેરકાયદે ઝડપાયા છે, જેમાં 88 પુરૂષો અને 44 મહિલાનો સમાવેશ થાય છે. સુરતના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરામાં સુરત પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ગેરકાયદે વસેલા બાંગ્લાદેશી પુરુષોને ડિપોર્ટ કરવા અને મહિલાઓ, બાળકો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવા અંગે વિચારણા ચાલી રહી છે. અમદવાદમાં ગત રાત્રે પોલીસે ચંડોળા તળાવ આસપાસની ઝૂંપડપટ્ટીમાં ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 890 બાંગ્લાદેશી ઝડપાયા છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ઇઓડબ્લ્યુ તેમજ ઝોન ૬ તથા હેડ ક્વાટરની ટીમો દ્વારા આ સંયુકત ઓપરેશન હાથ ધરાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *