ગુજરાતમાં રેવન્યુ તલાટીની ખાલી પડેલી ૨૩૦૦ જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરાશે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે શરૂ કરી તૈયારી

Spread the love

 

રાજ્યમાં એકતરફ ગુજરાત વહીવટી સુધારણા પચં ઝડપી વહીવટ માટે અનેક સુધારણા સૂચવી રહ્યું ત્યારે વહીવટી તંત્રમાં અનેક ખાલી જગ્યાઓ ભરવા માટે રાય સરકારે મન બનાવી લીધું છે આગામી દિવસોમાં મહેસુલી તલાટી ની મોટા પાયે ભરતી કરવામાં આવશે.લગભગ ૨૩૦૦ જેટલી જગ્યા ભરવા માટે રાય સરકાર દ્રારા ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે રાયમાં મહેસુલી તલાટીની મોટી અછત છે જેના પરિણામે ગ્રામ પંચાયતોની અનેક કામગીરી ખોડંગાય રહી છે.

મહેસૂલી તલાટી વર્ગ-૩ની ખાલી જગ્યાઓ ભરવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે કવાયત તેજ કરી છે. ટૂંક સમયમાં આ માટે પરીક્ષાનો અભ્યાસ ક્રમ, કેટેગરીવાઇઝ ભરવાપાત્ર
જગ્યાઓ અને ઓનલાઇન અરજીની તારીખ વગેરેની માહિતી ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે. આ ભરતી ની જાહેરાત આવવાના પગલે લાંબા સમયથી પરીક્ષાની રાહ જોતા ઉમેદવારોને ફાયદો થશે. તલાટીની ભરતીમાં અગાઉ લાખો ઉમેદવારો ફોર્મ ભરતા હોવાથી અને તેમના માટે પરીક્ષાનું આયોજન પણ મોટાપાયે કરવું પડતું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાય સરકાર દ્રારા કેટલીક મહત્વની બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જેમાં પ્રતિના નિયમોમાં ફેરફાર કરાયો છે. જેમાં અગાઉ ધોરણ ૧૨ પાસ ઉમેદવારો પણ રેવન્યૂ તલાટી વર્ગ-૩ માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા હતા તે બદલીને હવે સ્નાતક એટલે કે ગ્રેયુએટ કરવામાં આવી છે. તેના કારણે વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો મહેસૂલી તલાટી માટે ઉપલબ્ધ થશે. તે સાથે ઉમેદવારોની સંખ્યામાં કેટલાક અંશે ઘટાડો થવાના કારણે પરીક્ષાનું આયોજનથી લઇને અનેક બાબતોમાં વહીવટી સરળતા રહેશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે એ કદાચ મુજબ ૧ લી મેં ૨૦૨૫ ના રોજ આ અંગેની વિધિ જાહેરાત મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *