મુંબઈની જે ED ઓફિસમાં રાજકારણીઓની સામે ચાલી રહી છે તપાસ, તે જ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ

Spread the love

 

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રવિવારે વહેલી સવારે ED ઓફિસમાં ભીષણ આગ લાગવાના અહેવાલો સામે આવ્યા. માહિતી અનુસાર, મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં કૈસર-એ-હિંદ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી ગઈ. આ ઇમારતમાં ED ઓફિસ પણ આવેલી છે. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના દસથી વધુ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા.

રાત્રે 2:30 વાગ્યે મળી ફાયર બ્રિગેડને આગ લાગવાની માહિતી

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓફિસમાં ઘણા મોટા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સામેના કેસોની તપાસ સંબંધિત દસ્તાવેજો રાખવામાં આવેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે સવારે લગભગ 2:31 વાગ્યે, ફાયર બ્રિગેડને કરીમભોય રોડ પર ગ્રાન્ડ હોટેલ પાસે આવેલી બહુમાળી કૈસર-એ-હિંદ ઇમારતમાં આગ લાગવાની માહિતી મળી

ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું. ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમે પુષ્ટિ આપી હતી કે સવારે 3:30 વાગ્યાની આસપાસ, આગ લેવલ-2 સુધી વધી ગઈ, જેને સામાન્ય રીતે મોટી આગ માનવામાં આવે છે.

પહેલગામ આતંકી હુમલાની તપાસ NIA કરશે, ગૃહ મંત્રાલયે સોંપી દેશની સૌથી મોટી તપાસ એજન્સીને જવાબદારી

આગ ચોથા માળે જ લાગી હતી

મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે આગ પાંચ માળની ઇમારતના ચોથા માળ સુધી જ મર્યાદિત હતી. ઘટનાસ્થળે આઠ ફાયર એન્જિન, છ જમ્બો ટેન્કર, એક એરિયલ વોટર ટાવર ટેન્ડર, એક રેસ્ક્યુ વાન, એક ક્વિક રિસ્પોન્સ વાહન અને 108 સેવાની એક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓએ જણાવ્યું કે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી, પરંતુ ઈમારતમાં રાખેલા ED ઓફિસના દસ્તાવેજો અને રેકોર્ડને નુકસાન થવાની શક્યતા નકારી શકાય નહીં.

.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *