અમદાવાદ
માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિયેશન દ્વારા ૨૨ એપ્રીલ ના રોજ કાશ્મીર ના પહેલગામ માં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિન્દુઓ ની ધર્મ પુછીને હત્યા કરવામાં આવી તેના વિરોધમાં બંધ પાળી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું અને મૃતકોના આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ અરવિંદભાઈ ચોકસીએ આ જધન્ય નરસંહાર ને આતંકવાદીઓ નું કાયરતા પૂર્ણ કૃત્ય ગણાવી તેને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને સરકાર ને આતંકવાદ નો ખાત્મો કરવાની અપીલ કરવામાં આવી.

