ડિજિટલ યુગમાં ધોરણ 12 પછી AIના આ કોર્સ કરીને ભવિષ્યને ઉજ્જવળ બનાવો

Spread the love

 

AI ટૂલ્સના આવ્યા પછી લોકોને તેમના કામમાં ઘણી મદદ મળી રહી છે. કેમ કે, AI દ્વારા ઘણા કાર્યો સરળ બન્યા છે. ઘણા વિદ્યાર્થીઓનું માનવું છે કે, જો AI કોર્સ કરી લઈએ તો આગળ ભવિષ્યમાં ઘણી તકો મળી આવશે પરંતુ કેટલાંક વિદ્યાર્થીઓને AIના કયા કોર્સ કરવા એના વિશે અસમંજસ છે. તો ચાલો જાણીએ કે, ધોરણ 12 પછી AIના કયા કોર્સ કરવા ઉત્તમ રહેશે.

સૌપ્રથમ તો AIને સાયન્સ કહેવામાં આવે છે. AIની મદદથી મશીનોને જાણવાની, સમજવાની અને તેને લગતી સમસ્યાઓ ઉકેલવામાં આવે છે. જો તમારે પણ AIને લગતા કોર્સ કરવા છે તો તમે ઓનલાઈન કોર્સથી લઈને સર્ટિફિકેટ કોર્સ કરી શકો છો.

 

તમે AIમાં ડિગ્રી કોર્સ અને ડિપ્લોમા કોર્સ પણ કરી શકો છો. AIમાં ડિગ્રી, ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ કરીને તમે AI સાયબર સિક્યુરિટી એક્સપર્ટ, અલ્ગોરિધમિક ટ્રેનર, રોબોટ પર્સનાલિટી ડિઝાઇનર, AI પ્રોડક્ટ મેનેજર, મશીન લર્નિંગ એન્જિનિયર વગેરે જેવી નોકરીઓ માટે અરજી કરી શકો છો.

 

હવે જો શોર્ટ ટર્મ કોર્સની વાત કરીએ તો, એમાં તમે સર્ટિફિકેટ ઇન AI, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ વગેરે જેવા કોર્સ કરી શકો છો. આ કોર્સ લગભગ 6 મહિનાથી 1 વર્ષ સુધીના હોય છે. બીજી બાજુ તમે AI અને મશીન લર્નિંગમાં ડિપ્લોમા કરી શકો છો. જે કોર્સનો સમયગાળો 1 વર્ષનો હોય છે.

 

AIમાં હવે ડિગ્રી કોર્ષની વાત કરીએ તો, વિદ્યાર્થીઓ BE in Artificial Intelligence (4 વર્ષ), BCA in Artificial Intelligence, BBA in International Business with AI, B.Sc in Artificial Intelligence વગેરે જેવા કોર્સ કરી શકે છે. આ બધા કોર્સ 3 વર્ષના હોય છે.

 

ટોચની કોલેજોની વાત કરીએ તો, તમે IIT હૈદરાબાદ, NIT સુરથકલ, SRM યુનિવર્સિટી ચેન્નાઈ, અમૃતા સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, કોઈમ્બતુર વગેરે જેવી કોલેજથી AI વિષય પર અભ્યાસ કરી શકો છો.

 

માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *