જિલ્લા શહેર પ્રમુખોની નિમણૂક ફક્ત બે દિવસમાં, પ્રદેશ પ્રમુખની નિમણૂક મે મહિનામાં

Spread the love

 

રાજ્યમાં ભાજપના બાકી રહેલા જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ નિમણૂકો આવતીકાલે, ૨૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ જાહેર થવાની પ્રબળ શક્યતા છે.

આવતીકાલે બાકી રહેલા જિલ્લા અને શહેર પ્રમુખોના નામ જાહેર થયા બાદ, ગુજરાત ભાજપના તમામ જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂકનું કાર્ય પૂર્ણ થઈ જશે.

આ સાથે, રાજ્ય સ્તરના સંગઠન માળખાની રચના એક મહત્વપૂર્ણ તબક્કો પાર કરશે.

જિલ્લા અને શહેર સ્તરના પ્રમુખોની નિમણૂક પૂર્ણ થયા બાદ, સૌની નજર હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર રહેશે.

સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે કે, ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત આગામી ૧૫ દિવસમાં એટલે કે મે મહિનાના મધ્ય સુધીમાં થઈ શકે છે.

આ નિમણૂકો પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં અને આગામી સમયમાં થનારી ચૂંટણીઓ અને અન્ય રાજકીય પ્રવૃત્તિઓ માટે પક્ષને સજ્જ કરવામાં મહત્વનો ભાગ ભજવશે. હાલ, સમગ્ર ગુજરાત ભાજપના કાર્યકરોમાં બાકી રહેલી નિમણૂકો અને ખાસ કરીને પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે.

અમદાવાદ શહેર અને ગાંધીનગરના શહેર ભાજપ પ્રમુખોના નામો સિવાય પણ ભાજપ વડોદરા, ખેડા, પોરબંદર,પંચમહાલના જિલ્લા ભાજપ પ્રમુખોના નામોની જાહેરાત કરી શકે છે. આ નામો ભાજપના નિરીક્ષકો બંધ કવરમાં પોતાના શહેર અને જિલ્લામા જશે અને ત્યાર બાદ તેઓ ભાજપ સંગઠનને પસંદગીના નામો સોંપશે.

ગાંધીનગર શહેરના પ્રમુખનું નામ 11 વાગ્યે થશે જાહેરગાંધીનગર શહેર ભાજપ પ્રમુખનું નામ આવતી કાલે 11 વાગ્યે ગાંધીનગરના હોદ્દેદારોની હાજરીમાં જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેર ભાજપ પ્રમુખનું નામ કુશાભાઉ ઠાકરે હોલ ખાતે સાંજે 5 વાગ્યે જાહેર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *