અરૂણ શાહ, અમદાવાદવિશ્વના અર્થતંત્રમાં ભારતને ત્રીજા સ્થાને લઈ જવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કવાયત આદરી છે. ભારત અર્થતંત્રમાં ત્રીજા સ્થાને આવે તેમાં ગુજરાત અગ્રેસર રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કટિબદ્ધ છે. ગુજરાતને અગ્રેસર રાખવા ફાર્મા ઉદ્યોગનો વિકાસ થયો છે.
જુઓ આ અંગે વિશેષ અહેવાલગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વની સરકારે ફાર્મા ઉદ્યોગને આકર્ષવા પહેલ કરી છે
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ફાર્મા ઉદ્યોગને આકર્ષી ગુજરાતમાં વધુ ને વધુ રોકાણ કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ( FDCA) એ કવાયત કરી છે.
વર્ષ ફાર્મા પ્લાન્ટને મંજુરી 2021-22 156 2022-23 139 2023-24 133 2024-25 183
આ રીતે વર્ષ 21-22 થી 5 વર્ષની તૂલનામાં જોઈએ તો વર્ષ 2024-25માં વધુ ફાર્મા પ્લાન્ટ શરૂ કરવા ગુજરાત સરકારે મંજૂરી આપી છે. વર્ષ 2024-25માં 183 ફાર્મા પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે.
વાત કરીએ ગુજરાતમાં મૂડી રોકાણની તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 હજાર કરોડ મૂડીરોકાણ કરીને ફાર્મા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર કટિબદ્ધ છે. આ રીતે ફાર્મા સહિત દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેવા ગુજરાતે કમર ઘસી છે. ગુજરાતમાં વધુને વધુ મૂડી રોકાણકારોને આકર્ષી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ હોવાની પ્રતીતિ કરાવી છે.