
ટોરન્ટો (કેનેડા)
કેનેડાની સામાન્ય ચૂંટણીમાં ભારત વિરોધી અને ખાલિસ્તાની નેતા જગમીતસિંહનાં પાર્ટી એનડીપીને કરારી હાર મળી છે જેથી કેનેડામાં ખાલીસ્તાનીઓની ગેમ ઓવર થઈ ગઈ છે. ચૂંટણીમાં હારને પગલે જગમિતસિંહને પોતાના પદ પરથી રાજીનામું આપી દેવુ પડયુ છે.
આ ચૂંટણીમાં જગમીતસિંહ પોતાની ત્રીજી જીતની આશા રાખીને બેઠા હતા પણ તેઓ બ્રિટીશ કોલંબીયામાં બર્નજી સેન્ટ્રલ સતા પરથી હારી ગયા હતા. તેમની ટકકર લિબરલ ઉમેદવાર વેડ ચાંગ સાથે હતા. વેડ ચાંગેને 40 ટકા વધુ મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાની નેતાની સાથે સાથે ચૂંટણીમાં કેનેડાના પુર્વ પીએમ જસ્ટીન ટુડોને પણ કરારી હાર મળી હતી.