
નવી દિલ્હી,
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જેને લઈને ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા અને દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસમાં સ્ટાફની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. આ જ ક્રમમાં પાકિસ્તાની રાજદૂતનો સામાન પેક કરવામાં આવ્યો હતો. દૂતાવાસનો સામાન 6 ટ્રકમાં ભરીને અટારી બોર્ડર પર પહોંચ્યો હતો.
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે દેશમાં પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીઓ અને કર્મચારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. હવે પાકિસ્તાની દૂતાવાસનો સામાન અટારી બોર્ડર દ્વારા પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યો છે. દૂતાવાસનો સામાન 6 ટ્રકમાં ભરીને દિલ્હીથી અટારી બોર્ડર પહોંચ્યો છે. આ અંગેની તસવીરો પણ સામે આવી છે.
બધા હેશટેગ્સ
પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકારે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ દેશમાં હાજર તમામ પાકિસ્તાની રાજદ્વારીઓને ભારત છોડી દેવાનો આદેશ આપ્યો છે. હાઈ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા 55 થી ઘટાડીને 30 કરવામાં આવી હતી.