કોંગ્રેસનો પોપ્યુલર ચહેરા માટેનો ઇન્ટરવ્યુ, ડાયરેકટ એપોઇન્ટમેન્ટ લેટર?

Spread the love

GJ-18 ગાંધીનગર ખાતે ચૂંટણીના ઢોલ ઢબૂકે રહ્યા છે ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ મોટાભાગના નગરસેવકો જે કોંગ્રેસના ચૂંટાયેલા છે, તે ફરી મૂરતિયા બનવા બાયોડેટા આપ્યા છે હા, બે જેટલા ઉમેદવારોની પત્ની જે નગરસેવક હતી તેમના સ્થાને તેમના પતિએ ટિકીટ માગી છે ત્યારે ભાજપની બાજનજર છે, કે કયા નવા ચહેરા અને ગાંધીનગરના પોપ્યુલર ચહેરા ટિકિટ લેવા આવે છે ત્યારે કોંગ્રેસે પણ પોતાની રણનીતિ બદલીને પોતાની પાસે જે ઉમેદવારોને બાયોડેટા લઈને નિરીક્ષક સમક્ષ રજૂઆત કરવા આવ્યા છે જેમાં જૂના કાર્યકરો થી લઈને નવા નાના-મોટા કાર્યકરો છે ત્યારે નિરીક્ષકોનો પોતાનો અહેવાલ આપી દેશે પણ ચૂંટણીમાં ખર્ચ કરવાની તૈયારી કરવા વાળા મુરતિયાઓ કેટલા છે, તે પણ ચકાસવામાં આવી રહ્યા છે ત્યારે ૫૦ ટકા મોટાભાગના નવા ચહેરા સાથે પોપ્યુલર અને બુલીશ મજબૂત હોય તેવા નેતાઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા અંડર કરંટ તખ્તો ગોઠવાઈ ગયો છે. ગાંધીનગર મનપામાં બે ટર્મથી કોંગ્રેસને મજબુતાઈ મળી છે, પણ હવે મજબૂતાઈ તૂટી હોય તેવું દેખાઈ રહ્યું છે, ભાજપમાં ટિકિટ  મેળવનારાઓની સંખ્યા વધારે છે ત્યારે તેને ડેમેજ કંટ્રોલ કરવું પણ કાઠું પડશે, ટિકિટ વેચણીમાં જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાંથી જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હતા, તેમાં તાલુકા પંચાયતના સભ્યો તો સભ્ય તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાનો વિસ્તાર વ્યાપ અને ગામડાનો સમાવેશ કરતાં ડીલીટ થઈ ગયા હતા હવે સ્થિતિ એવી સર્જાઇ છે કે ગ્રામ્ય વિસ્તારોમાંથી બે ટિકિટ માગી રહ્યા હોવાથી રાજકીય પક્ષોને ટેન્શન વધી ગયું છે કારણ કે ટિકિટ બાદ ડેમેજ કંટ્રોલ કરવામાં નહીં આવે તો પક્ષ-પાર્ટીના વિભીષણ ઉમેદવારને હટાવશે તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ભાજપે કોંગ્રેસ ઉમેદવારોને ટિકિટ આપે છે તે ધ્યાન રાખી રહી છે ત્યારે કોંગ્રેસમાં પણ ટિકિટ મેળવવા ગ્રામીણ વિસ્તારોમાંથી ઉત્સાહ વધારે જાેવા મળી રહ્યો છે હવે ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્ય થી લઈને શહેરપ્રમુખ એક પાર્ટી તૈયાર કરીને મોકલશે, બાદમાં જીતી શકે તેવા અને મની પાવર ને ટિકિટ મળે તેવું દેખાઇ આવે છે, કોંગ્રેસના કાર્યકરોને ટિકિટ મળે પણ જે મની પાવર વાળો ઉમેદવાર હોય તે ખર્ચ તમામનો ઉઠાવી શકે તેવો હોયતે ચૂંટણી લડી શકશે, ત્યારે આપ પાર્ટીનો પણ ટેમ્પો જામ્યો છે. આ પાર્ટીમાં ચૂંટણી લડવા ઉમેદવારોનો અંડર કરંટ મજબૂતાઈ જાેવાઇ રહી છે કોંગ્રેસમાં આજરોજ પ્રદેશનાં અમરાણી, જીતુ પટેલ, વંદનાબેન પટેલ પોતે નિરીક્ષક તરીકે ઉમેદવારોને સાંભળી રહ્યા છે ત્યારે ટિકિટ વાંચ્છુઓ પોતાની દાવેદારી રજુ કરી દીધી છે ત્યારે કોંગ્રેસ માં કોણે દાવેદારી કરી તે તમામ માહિતી કોંગ્રેસની  ફુટેલી તોપોએ ભાજપને પહોંચાડી દીધી હોવાનું સૂત્રો જણાવે છે ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર બાજ નજર રખાઈ રહી છે, તેમાં બિલ્લી પગે, અને કાચબાની ગતિએ આપ પાર્ટી ઉપર કોઈની નજર નથી, ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં માંડ ૧૦૦ મતોથી જીતાતી બેઠકમાં આપના મતોનું ધ્રુવીકરણ થશે તેમાં ભાજપ અને કોંગ્રેસમાંથી કોને ફાયદો થાય છે તે આવનારો સમય કહેશે, પણ આ પાર્ટીમાં પણ અંડરકરંટ મજબૂત જોવાઇ રહ્યો છે, ત્યારે પેથાપુરમાં પણ ભાજપના એક નગરસેવક કે કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે ત્યારે કોંગ્રેસ દ્વારા જ્યારે ફોર્મ ભરવાનું અને મેન્ડેટ આપવામાં આવશે તેમાં મોટાભાગના કલ્પના બહારના ઉમેદવારો હશે, તેમાં બે મત નથી, જૂના અને નાના કાર્યકરોને ટિકિટ આપશે પણ ખર્ચમાં ન પહોંચી શકે તો શું? આ પ્રશ્ન કોંગ્રેસને પણ મૂંઝવી રહ્યો છે. ત્યારે ભાજપમાં પણ આ સ્થિતિ છે, પણ એકંદરે ટિકિટ માંગનારા વધારે હોવાથી મોટું માથું અને પૈસાપાત્ર ઉમેદવારના પેનલના ઉમેદવારોનો ખર્ચ માથે લેવા સૂચના ટિકિટ આપવાની સાથે કરવામાં આવે તો નવાઈ નહીં, ત્યારે આપ પાર્ટી સ્થિતિ પણ આ રીતની છે કોલેટી કાર્યકરો ખરા? પણ ચૂંટણી ખર્ચમાં પહોંચી ન શકે તે માટે મજબૂત ખર્ચ કરી શકે તેવા ઉમેદવાર ની ગોઠવણ પણ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે.કોંગ્રેસ દ્વારા પોપ્યૂલર અને નામ મોટું હોય તેવા ઉમેદવારને નો ઇન્ટરવ્યૂ, ડાયરેક્ટ ટિકિટ હોય તેમ કોલલેટર જેવો મેન્ડેટ મળી જશે, તેમાં ભાજપની બાજ નજરથી બચવા કોંગ્રેસ છેલ્લા દિવસે દાવ ખેલે તેવી શક્યતા જણાઈ રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં જે ઉમેદવારોએ ટિકીટ માગી છે, તેમાં કદાચ કોંગ્રેસમાંથી કે આપ માંથી તમામ બાયોડેટા, ઘરે સૌચાલય છે કે નહીં, તે ઠેકેદારો ની માહિતી યોગ્ય છે કે, નહી? આ તમામ ચતુર કાગડાઓ ગોતી રહ્યા છે જે ફોર્મ ભર્યા બાદ ઉમેદવારનું ફોર્મ રદ કેમ થાય તેનું પણ મનોમંથન રાજકીય પક્ષોમાં ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com