ગાંધીનગર ખાતે ચૂંટણીઓ મહાનગરપાલિકાની યોજાઈ રહી છે ત્યારે વસાહત મંડળ દ્વારા જે ચૂંટણી નો વિરોધ કરવામાં આવ્યો હતો, અને કોરોનાના કારણે જે સ્થિતિ સર્જાઇ છે, તેને અનુરૂપ ચૂંટણી મોડી યોજવા અને વહીવટદાર નીમવાની માગણી સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે વસાહત મંડળના મહામંત્રી રાજેન્દ્ર પારેખ દ્વારા ચૂંટણીનો વિરોધ કર્યા બાદ પોતે ભાજપમાં ઉમેદવારી નોંધાવતા ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે હવે બે નામ નવા ઊપસી આવ્યા છે, તેમાં એક ઉમેદવારે આ પાર્ટીમાંથી ટિકિટ માંગી છે, અને બીજાએ કોંગ્રેસમાંથી ટિકીટ માગી છે.વસાહત મંડળમાંથી રાજેન્દ્ર પારેખે ટિકિટ માંગ્યા બાદ મંડળના બે સભ્યો માંથી ૧ સભ્ય દ્વારા છછઁ પાર્ટી માંથી ટિકિટ માંગતા કદાચ આ પાર્ટીમાંથી આ સભ્યનું નામ ફાઈનલ થાય તેવી ચર્ચા છે, અને કોંગ્રેસ દ્વારા પણ મંડળના ૧ સભ્યને અભય વચન આપ્યું હોય તેમની ટિકિટ પણ કદાચ બાકી પાકી થાય તો નવાઈ નહીં ત્યારે કોંગ્રેસ અને આપ પાર્ટીમાંથી એક એક ટિકિટ મંડળના સભ્યોને મળે તેવી શક્યતા સૂત્રો દ્વારા માહિતી મળવા પામેલ છે ત્યારે ભાજપ દ્વારા ટિકિટ આપે છે કે કેમ? તે હાલ યથાર્થ પ્રશ્ન છે