GJ-18 ગાંધીનગર ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસની વખણાતી બેઠકોમાં નગરસેવક પૂર્વ નગરસેવક હોદ્દેદારો અને ટિકિટ લેવા લાઈનમાં ઉભેલા અનેકના બિલો ચાની ચુસ્કી ના બાકી છે. ત્યારે ચાની કીટલી વાળા ની સ્થિતિ કફોડી બની ગઈ છે. નગર સેવક તરીકે માલામાલ બનેલા અને મહિલાની ગ્રાન્ટથી લઈને સાફ સફાઈની ગ્રાંન્ટમાં પૈસા ઉલેચ્યા હતાં.ચાની કીટલી વાળાનું બિલ આપવામાં કાગરોળ મચાવી રહ્યા છે ત્યારે પૂર્વ નગરસેવકનું પણ બિલ ૧૫ હજાર જેટલું બાકી છે કાર્યકરોમાં મોટાભાગના લોકોનું બિલ ૫ થી ૧૦ હજાર બાકી છે.જેથી આટલી બધી મહેમાન ગતિ અને ચા પીધી છે ત્યારે નગરસેવક નું ૬૦ હજાર બિલ બાકી હોવાનું સૂત્રો જણાવે છેગાંધીનગરમાં ચાની કીટલી ચલાવતા શ્રમજીવીની હાલત કફોડી થઈ ગઈ છે અનેકવાર બિલની ટકોર કરવા છતાં નાણાં ન આપતાં આખરે વેપારી પણ કફોડી હાલતમાં મુકાઈ ગયો છે ત્યારે નગર સેવક તરીકે મહાનગરપાલિકામાં ઉલેચેલા પૈસા નાણાં વગરના નાથાલાલ શ્રમજીવીને પૈસા આપવા પૈસા છૂટતો નથી. હવે શ્રમજીવી રોજબરોજ દૂધ, ચા, ખાંડ ના ખર્ચા અને ઘરેબૈરું કરે પૈસા ની ચર્ચાતો કરવુંશું? ત્યારે જે લોકોના બિલો બાકી છે, તેમાંથી ૬ જણા એ કોંગ્રેસમાંથી ટિકીટ માગી છે ત્યારે નિરીક્ષકોએ આ શ્રમજીવીનું પણ ભાઈ સાંભળજાે આમ નું પેમેન્ટ કરાવો ચાની ચુસ્કી મારીને બિલ નહીં આપી ફુસ્કી મારતા ચહેરાઓ ચૂંટણી લડવા લાખો ખર્ચવા નીકળ્યા છે ત્યારે વાતો લાખોની કરવાની અને ચૂંટણીમાં ટિકિટ મળે તો મજબૂત ઉમેદવાર હોય તેના ગળે પડવાનું અને ખર્ચ સ્ટોપ કરી દેવાનો, ત્યારે ચાની ચૂસકી ના બીલો ના આપનારા ચૂંટણી કઈ રીતે લડશે તે પ્રશ્ન છે ત્યારે ચા પીધી હોય તો બાપા પૈસા ચૂકવી દો,