ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તાલુકા અને શહેર પ્રમુખોની વરણી બાદ હવે બાકી રહેતા જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આજે વડોદરા, પોરબંદર, પંચમહાલ, ખેડા, ગાંધીનગર મહાનગર, કર્ણાંવતી મહાનગરના ભાજપ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે.
રસિક પ્રજાપતિના નામની જાહેરાત કરાઈ છે. અત્રે જણાવીએ કે, રસિક પ્રજાપતિ દુમાડ ગામના રહીશ છે તેમજ તેઓ અગાઉ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા. વર્ષોથી પાર્ટીમાં કામ કરતા રસિકભાઈને ભાજપે પ્રમુખ બનાવ્યા છે.
ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ કોણ બન્યા?
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નયનાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે. ઠાસરાના પરબીયાના નયનાબેન નવા જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા છે. અગાઉ જિલ્લા પંચાતના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નયનાબેનને શુભેચ્છા પાઠવી છે.
આશિષભાઈ દવે બન્યા જિલ્લા ભાજપ પ્રમુખ
ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર મહાનગરના પ્રમુખ તરીકે આશિષભાઈ દવેની વરણી થઈ છે. જેમના તેમના સમર્થોકો દ્વારા શુભચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
પંચમહાલ અને પોરબંદરના જિલ્લા પ્રમુખ કોણ બન્યા ?
પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંકભાઈ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ ડૉ. ચેતનાબેન રૂપારેલ (તિવારી)ને તેમના સમર્થકો અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ, જયસુખ પટેલ સહિત 10 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ
પ્રેરકભાઈ શાહ કર્ણાંવતી મહાનગરના ભાજપ પ્રમુખ
કર્ણાંવતી મહાનગરના ભાજપ પ્રમુખ તરીકે પ્રેરકભાઈ શાહની વરણી થઈ છે. અત્રે જણાવીએ કે, આજે 6 જિલ્લા ભાજપના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.