ઉનાળામાં જે લોકો સતત ACમાં રહેતા હોય તેમના માટે અનેક સ્વાસ્થ્ય ઊભી થઈ શકે છે. જેમાં ત્વચા અને વાળની સમસ્યા પણ થઈ શકે છે.
ACની આડઅસરો
ઉનાળાની આ સીઝનમાં લોકો હવે ઘરોમાં AC ઓન કરી રહ્યા છે. કેટલાક લોકો રાત્રે AC ચાલુ રાખીને સૂતા હોય છે. પરંતુ એક્સપર્ટનું કહેવું છે કે આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ત્વચા અને આંખ સંબંધિત સમસ્યાઓ
સતત ACમાં રહેવાથી ત્વચા અને આંખ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વધુમાં વાળના સ્વાસ્થ્ય અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સ્થિતિમાં જો તમે પણ ગરમીથી રાહત મેળવવા માટે ACનો ઉપયોગ કરો છો તો તમારે તેની આડઅસરો વિશે જાણવું જરૂરી છે.
લાંબા સમય સુધી ACમાં રહેવાની હાનિકારક અસરો
ACના વાતાવરણમાં હવામાં ભેજ ઓછો થઈ જાય છે જેના કારણે ત્વચા ડ્રાય અને ડલ થઈ જાય છે. ડ્રાય હવામાં રહેવાથી એક્ઝિમાં, સોરાયસીસ અને રોસેસીયા જેવી ત્વચાની સ્થિતિઓનું જોખમ વધી શકે છે.
ડ્રાય આઈ
જેમને પહેલાથી જ ડ્રાય આઈની સમસ્યા છે તેમના માટે AC વધુ નુકસાન પહોંચાડી શકે છે. વધુ સમય સુધી ACમાં રહેવાથી આંખોમાં બળતરા, ખંજવાળ અને અસહજતા થઈ શકે છે. ભેજના અભાવે ત્વચાની સ્થિતિસ્થાપકતા ઓછી થવા લાગે છે, જેના કારણે કરચલીઓ અને ફાઈન લાઈંસ ઝડપથી દેખાવા લાગે છે.
નેચરલ ઓઈલ
AC વાળમાંથી કુદરતી ઓઈલ શોષી લે છે, જેના કારણે વાળ શુષ્ક,નબળા અને તૂટવા લાગે છે. જો AC યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો તેમાં ધૂળ, પરાગકણ અને ફૂગ જેવા એલર્જન ભેગા થઈ શકે છે. તેનાથી એલર્જી, ફોલ્લીઓ અને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.
આ બાબતોનું રાખો ધ્યાન
ACના સતત ઉપયોગથી પણ ડિહાઇડ્રેશન થઈ શકે છે. તેથી દિવસભર પૂરતું પાણી પીવો. સમય સમય પર AC બંધ કરો, બ્રેક લો અને નેચરલ હવામાં સમય પસાર કરો.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.