કચ્છના માનવ વસાહત રહિત 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધને લઈ કચ્છ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ કચ્છના 21 ટાપુઓ પર 26 જુલાઈ 2025 સુધી પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.
રાષ્ટ્રીય સલામતી ધ્યાને લઈ લેવાયો નિર્ણય
આ 21 માનવ વસાહત રહિત ટાપુઓ પર આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવાને લઈ પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જે જાહેરનામું 26 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે. જેમાં નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે, જેના પગલે ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસોની અવર-જવર રહે છે.
આ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ
શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ પર પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.