ગુજરાતમાં મહેસુલી કર્મચારીઓના આવતીકાલના માસ સીએલના એલાન સંદર્ભે રાજયના મહેસુલ વિભાગ દ્વારા તમામ કલેકટરોને કર્મચારીઓની માસ સીએલ મંજુર નહી કરવા સુચના આપવામાં આવી છે અને આમ છતા કોઇ કર્મચારી કામગીરીથી અળગા રહે તો નિયમોનુંસાર કાર્યવાહી કરવા જણાવાયું છે.
મહેસુલ વિભાગે દરેક કલેક્ટરને લખેલાપત્રમાં જણાવેલ છે કે, ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ તેમજ તેને સૉંલગ્ન જિલ્લા મહેસુલી મંડળો દ્વારા તા.30-4-2025ના રોજ માસ સી.એલ. પર જવાના કાર્યક્રમનું આયોજન જાહેર કરવામાં આવેલ છે.
ઉપરોકત બાબતે જણાવવાનું કે આપના હસ્તકના તમામ મહેસુલી કર્મચારીઓ (પ્રતિનિયુક્તિ પરના કર્મચારીઓ સહિત) તા.30.04.2025 ના રોજ નિયમિત ફરજ પર હાજર રહે અને માસ સી.એલ. થી અળગા રહે તે માટે જરૂૂરી સુચનાઓ લેખિતમાં આપવા જણાવવામાં આવે છે. અનિવાર્ય સંજોગો સિવાય તા.30.04.2025 ના રોજ કોઇપણ કર્મચારીની સી.એલ. મંજુર કરવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા સુચના છે.
વધુમાં, મંડળ દ્વારા સુચિત માસ સી.એલ.ના કાર્યક્રમના ભાગરૂૂપે સરકારી કામગીરીથી અળગા રહી સરકારી કામગીરી ન કરનાર કર્મચારી સામે સેવાતુટ સહીત અન્ય નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે મુજબની લેખિતમાં જાણ, પ્રતિનિયુક્તિ પરના કર્મચારીઓ સહિત આપના હસ્તકના તમામ મહેસુલી કર્મચારીઓને કરવા પણ વિનંતી કરાઈ છે.