હજીરાથી ગાંધીનગર આવતી ટ્રકમાં આગ

Spread the love

 

ગાંધીનગરના વલાદ નાના ચિલોડા રોડ પર જીઓ પેટ્રોલપંપ નજીક એક મોટી દુર્ઘટના ટળી છે. સુરતના હજીરાથી લોખંડની પાટો લઈને આવી રહેલી ટ્રકની કેબિનમાં અચાનક આગ લાગી હતી. ટ્રકની કેબિનમાં સ્પાર્ક થતાં આગ ભભૂકી ઊઠી હતી. ડ્રાઈવર અને ક્લીનર સમયસૂચકતા વાપરીને તરત જ ટ્રકમાંથી નીચે ઉતરી ગયા હતા. આગની જ્વાળાઓ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ટ્રકની કેબિન સંપૂર્ણપણે સળગી ગઈ હતી. ફાયર બ્રિગેડના સૂત્રો મુજબ, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com