ગાંધીનગર મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ યોજવા જઇ રહી છે ત્યારે બધાથી હટકે એવા પ્રદેશ પ્રમુખ ભાજપના ભાઉ તરીકે પંકાતા સી.આર.પાટીલ પોતે શુકનિયાળ સાબિત થયા છે ત્યારે સૌ નાના કાર્યક્રમથી લઈને વર્ષો જૂના કાર્યકરોમાં એક આશાનો સંચાર લાવનાર ભાઉ આજે રાજકોટ ખાતે ના ભૈરવનાથ પાર્ટી પ્લોટ ખાતે સાંજે સાત વાગ્યે યોજાનાર બુથ સંવાદ કાર્યક્રમ દરમિયાન યુવા મોરચા દ્વારા વર્તમાન ચૂંટણી દરમિયાન કરાનારા યુવા જોડો અભિયાનને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ શુભ શરૂઆતથી શ્રી ગણેશ કરશે અભિયાન દરમિયાન ૩૮૪૬૭ યુવા મતદારોનો સંપર્ક કરાશે.
આ કાર્યક્રમમાંશિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી અમિત ઠાકર પધારશે. હાલ આ ત્રણ સભ્યો જીજે ૧૮ ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે તેના ઇન્ચાર્જ છે. ત્યારે સંવાદ કાર્યક્રમ બાદ ૩૧ માર્ચ નો એન્ડિંગ, નો પેન્ડિંગ તેમ ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા સૂત્રો જણાવી રહ્યા છે
ઉલ્લેખનીય છે કેગુજરાતમાં તમામ જિલ્લા પંચાયત મહાનગરપાલિકાઓમાં કેસરિયો લહેરાયો ત્યારે જીજે ૧૮ ખાતે કેસરિયો લહેરાવવા સી.આર.પાટીલ પોતે જે કર્મઠ અને યુવા કાર્યકરો છે તેમને સાથે રાખવામાં આવે તેવી સૂચના પણ આપવામાં આવી છે કાર્યકરો ઉપર સારી પકડ ધરાવતા ભાઉની એન્ટ્રી બાદ કાર્યકરોમાં એક મોટો જોમ આવ્યો છે.