ઝઘડિયાની નિર્ભયાને ન્યાય મળ્યો, દુષ્કર્મીને ફાંસીની સજા:

Spread the love

 

અંકલેશ્વર સેશન્સ કોર્ટનો વિજય પાસવાનનો જીવ ન જાય ત્યાં સુધી લટકાવવા આદેશ,

રેપ કરી પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો

 

 

ભરૂચ

ભરૂચના ઝઘડિયા GIDCમાં 16 ડિસેમ્બર 2024માં 10 વર્ષની બાળકીના અપહરણ, દુષ્કર્મ અને ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો, અંકલેશ્વરના એડિશનલ સેશન કોર્ટે આરોપી વિજયકુમાર રામશંકર પાસવાનને ફાંસીની સજા ફટકારી છે.સાથે સાથે કોર્ટે પીડિત પરિવારને રૂ.10 લાખ વળતર ચૂકવવાની પણ આદેશ કર્યો છે. કોર્ટે આ કેસને “રેસ્ટ ઓફ ધ રેયર” ગણાવી આ કડક કાયદાકીય પગલું લીધું છે. આ કિસ્સામાં આરોપીએ પોલીસમાં ક્રૂર કબૂલાત કરી હતી, કે, “હા…સાહેબ… પહેલાં મેં રેપ કર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હતો.”

આ અંગે ભરૂચના સરકારી વકીલ પરેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, 16 ડિસેમ્બર 2024ના રોજ આ ઘટના બન્યા બાદ જિલ્લા એસપી મયુર ચાવડાની સ્પેશિયલ ટીમનું ગઠન કરવાની વાત સાંભળીને મેં આ કેસની ગંભીરતા જાણીને સમાજ અને રાષ્ટ્રના હિતમાં સરકારમાં રજૂઆત કરીને આ કેસ વિના મૂલ્યે લડવાની તૈયારી બતાવી હતી. પોલીસે ચાર્ટશીટ કર્યા બાદ માત્ર 72 દિવસમાં જ ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે. આ કેસમાં બાળકીને બચાવવા માટે સરકારે પણ ઘણા પ્રયાસો કર્યાં હતા જ્યારે પોલીસે પણ તેમની જવાબદારી બખૂબી નિભાવી હતી. તમામ સાક્ષીઓને સમયસર લાવી કોર્ટમાં હાજર કર્યા હતા. પીએમ કરનાર તબીબે તેની જુબાનીમાં જણાવ્યું હતું કે, 30 જેટલી ઇજાઓ બાળકીના શરીર પર કરાયેલી હતી. બાળકી પર દુષ્કર્મ આચરી તેના ગુપ્તભાગ સળિયા વડે ઈજાઓ કરી હતી. આ કેસને રેસ્ટ ઓફ ધ રેયરની કેટેગરીમાં લાવવા દિલ્હીની નિર્ભયા કેસને ટાંકીને દલીલો કરાઈ હતી. આરોપીએ જે ગુનો આચર્યો તે અમાનવીય ગુનો છે, જેથી કોર્ટે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસીના માંચડે લટકાવી રાખવા માટે હુકમ કર્યો છે.

ઝઘડીયાના જીઆઈડીસી વિસ્તારમાં 16 ડિસેમ્બર 2024 ના રોજ ઝારખંડના શ્રમિક પરિવારની માત્ર 9 વર્ષની પુત્રીનું અપહરણ કરાયું હતું. આરોપીએ બાળકી પર બર્બતા પૂર્વક દુષ્કર્મ આચરી તેણીનું ગળું દબાવી અને હેવાનિયતની હદો પાર કરીને તેના ગુપ્ત ભાગમાં લોખંડનો સળીયો નાખી બેરહેમી પૂર્વક માર મારીને તેને દર્દમાં કણસતી મૂકીને ભાગી ગયો હતો.જોકે, ત્યાર બાદ બાળકીને ગંભીર હાલતમાં પહેલા ભરૂચ અને ત્યાર બાદ વડોદરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. જેમાં બાળકી 8 દિવસ સુધી જીવન મરણ વચ્ચે જોલા ખાઈને આખરે બાળકીનું મોત થયું હતું. જેમાં બાળકીએ મૃત્યુ પહેલા આપેલા નિવેદનમાં આરોપીને “બુઢા” તરીકે ઓળખાવ્યો હતો.જેથી આ કેસમાં જિલ્લા એસપી મયુર ચાવડા એ વિશેષ ટીમો બનાવી આરોપી ભાગી જાય તે પહેલા તાત્કાલિક પકડી પાડ્યો હતો.

આરોપી વિજયકુમાર પાસવાન સામે DNA, ફોરેન્સિક અને CCTV સહિતના મજબૂત પુરાવા રજૂ થયા હતા. આ કેસ અંકલેશ્વરના નામદાર એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એસ.ડી પાંડેની કોર્ટમાં ચાલી જતાં રાજ્ય સરકાર તરફથી જિલ્લા વકીલ પરેશ પંડ્યાએ કેસની આગવી વકીલાત કરતાં ફક્ત 72 દિવસમાં 38 સાક્ષીઓના નિવેદન આધારે આરોપી દોષિત સાબિત થયો હતો. ફોજદારી કાયદાની કલમ 302 (હત્યા), 376એ (દુષ્કર્મ), પોક્સો અને અપહરણ સહિતની જઘન્ય કલમો હેઠળ ચાલેલા આ કેસમાં કોર્ટે ન્યાયની કડક પરંપરા જાળવી દોષિતને તેનો જીવ ના નીકળી જાય સુધી ફાંસી પર લટકાવી રાખવાનો અને પરિવારને 10 લાખનું વળતર ચૂકવવા માટેનો આદેશ કર્યો છે.

આ ઘટનામાં બાળકી 8 દિવસ સુધી સારવાર હેઠળ રહી, પરંતુ અંતે તેનું મૃત્યુ થયું હતું. આ દુષ્કર્મના કિસ્સામાં, આરોપીએ એક મહિના પહેલા પણ આ જ માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ માતા-પિતાની ચુપ્પીએ આ દીકરીને મોતના મુખમાં ધકેલી દીધી હગતી.

આ કેસમાં ન્યાય મળવાથી બળાત્કાર અને હત્યાના ગુનાઓ સામે લડવા માટે સમાજને પ્રેરણા મળે છે. આ ઘટના સમાજમાં સુરક્ષા અને ન્યાયની જરૂરિયાતને વધુ પ્રગટ કરે છે, અને આ પ્રકારના ગુનાઓને ક્યારેય સહન કરવામાં નહીં આવે તે માટે એક મજબૂત સંદેશ આપે છે.

હા…સાહેબ… પહેલાં મેં રેપ કર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. આ ક્રૂર કબૂલાત ભરૂચના ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર રેપ ગુજારનાર હેવાને આપી હતી. એ હેવાન વિજય પાસવાનને તો પોલીસે 16 ડિસેમ્બર 2024માં ગણતરીના કલાકોમાં જ તેના ઘરેથી ઝડપી લીધો, પણ તેની હેવાનિયત સાંભળીને પોલીસના પણ રૂંવાડાં ઊંભાં થઈ ગયાં હતાં. તો માસૂમે 8 દિવસના સારવાર બાદ મોતને ભેટી હતી. ત્યારે જિંદગીનો જંગ હારેલી બાળકીને કોર્ટે ન્યાય આપ્યો છે અને ચાર્જશીટના 72 દિવસમાં આરોપીને કોર્ટે ફાંસીની ફટકારી છે.

આ હેવાન આટલેથી નહોતો અટક્યો, તેની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે એકાદ મહિના અગાઉ પણ તેણે આ જ માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું, પણ મા-બાપની ચુપ્પીએ આ દીકરીને મોતના મુખમાં ધકેલી દીધી છે.

હાલ તે વડોદરાની હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે. બીજી તરફ 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી વિજય પાસવાનને કોર્ટમાં રજૂ કરાતાં આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોસ્કો એક્ટ હેઠળ આરોપી વિજય પાસવાનને એક લાખ રૂપિયા વચગાળાના વળતર પેટે ચૂકવવા પણ આદેશ કરાયો છે. સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ પીબી પંડ્યાએ દલીલો કરી હતી. દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપીએ બાળકી સાથે અમાનવીય કૃત્ય કર્યું હતું. પીડિતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

આ અંગે ભરૂચ જિલ્લા એસપી મયૂર ચાવડાએ જણાવ્યું કે, આરોપી વિજય પાસવાનને ઝડપી લીધા બાદ તેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેણે જ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી. આ કારણે બાળકીના પેટના સ્ટૂલ એરિયા, વજાઈના, યુટ્રસ, લાર્જ ઇન્ટેસ્ટઈનમાં ગંભીર ઇજાઓ થઇ છે.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ હેવાને એક મહિના અગાઉ પણ આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે સમાજમાં આબરૂ જવાની બીકે મા-બાપે કોઇ પોલીસ ફરિયાદ નહોતી કરી, એના લીધે આરોપીની હિંમત વધી અને બીજીવાર કૃત્ય કર્યું. આ મામલે પોલીસે પ્રથમ બાળકીને જલદી સારવાર મળે એ માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ ગુના માટે એક ટીમ પણ બનાવી તપાસ હાથ ધરાઈ છે.

ઝારખંડનો એક પરિવાર રોજીરોટીની આશાએ ગુજરાતના ભરૂચમાં સ્થાયી થયો હતો. અહીં ઝઘડિયા GIDCમાં મજૂરીકામ કરી પોતાનો જીવનનિર્વાહ ચલાવતાં પતિ-પત્નીને ક્યાં ખબર હતી કે તેઓ રોજગાર અર્થે બહાર જશે અને ત્યાં પાછળ તેમની દીકરીની લાજ લૂંટાશે.

16 ડિસેમ્બરનો એ દિવસ પરિવાર ક્યારે નહીં ભૂલે. નિત્યક્રમ મુજબ પતિ-પત્ની મજૂરીકામ અર્થે બહાર જાય છે. આ સમયે બાજુમાં રહેતો વિજય પાસવાન ઘરમાં ઘૂસી જાય છે અને 10 વર્ષની બાળાનું અપહરણ કરી કોલોનીની દીવાલની પાછળની બાજુ નિર્જન સ્થળે લઇ જાય છે.
આ નિર્જન સ્થળે હેવાન હેવાનિયતની તમામ હદ વટાવી દે છે. દુષ્કર્મ બાદ તે બાળકીને મરતી છોડી ભાગી જાય છે. આશરે સાંજે સાડાપાંચ વાગ્યે તેની માતા મજૂરી પરથી પરત આવે છે ત્યારે તે બાળકીની શોધ કરે છે. તે બીજાં બાળકોને તેમની મોટી બહેન વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તે લોખંડ વીણવા ગઈ છે.

ત્યાર બાદ આશરે 6:30 વાગ્યાના અરસામાં બાળકીની માતા તેનું ઘર કામ કરતી હતી ત્યારે અચાનક તેની મોટી પુત્રીનો અવાજ સાંભળેલો કે ‘મમ્મી.. મમ્મી..!’ આમ જોર જોરથી તેણે અવાજ સાંભળતાં તે કોલોનીની દીવાલ તરફ જોવા ગઈ તો ત્યાં તેને પુત્રીને દીવાલની પાછળ જોઇ.

બાદમાં કોલોનીમાં રહેતા અન્ય લોકોને મદદ માટે બોલાવી બાળકીને કોલોનીમાં લાવીને તાત્કાલિક સારવાર માટે રિક્ષામાં GIDCમાં આવેલા દવાખાને લઈ ગયા હતા, જ્યાંથી તેને ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવી હતી.

16 ડિસેમ્બરે બાળકીને ગુપ્તાંગ સહિત શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા હોવાથી 3 કલાક સુધી તેની સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તે હાલ સારવારના આઠ દિવસે મોતને ભેટી હતી હતી.

અમે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મારી દીકરીને બચાવે. મારી દીકરી બોલ્યા કરતી કે પપ્પા, હું નહીં બચું… નહીં બચું… એ વ્યક્તિએ પહેલા મારા મોઢા પર પથ્થર માર્યો, ચાકુ માર્યું અને ખરાબ કામ કર્યું. મારી દીકરીની હાલત સિરિયસ. તેનું ઓપરેશન થઇ ગયું . અમે રાહ જોઇ રહ્યા. મારી દીકરી બોલે છે કે મને ખાવાનું આપો… પાણી આપો… અમારો આખો પરિવાર રડી રહ્યો હતો. મારી દીકરીને ન્યાય અપાવો. બધું તમારા હાથમાં છે. મારી પત્ની એક રટણ કરે છે કે મારી દીકરીને મારી પાસે લાવો. મારે મારી દીકરીનો ચહેરો જોવો.

દુષ્કર્મ પીડિત બાળકીના પિતા 15 વર્ષથી ઝઘડિયામાં રહે છે અને છેલ્લા 7 મહિનાથી પરિવારને ઝઘડિયા લઇને આવ્યા હતા, જ્યાં તેમની પત્ની પણ સાફસફાઈનું કામ કરીને પતિને ઘર ચલાવવામાં મદદરૂપ થઈ રહી હતી. બે પુત્ર અને બે પુત્રીમાં દુષ્કર્મ પીડિતા સૌથી મોટી છે. આ ઘટનાથી પિતા ખૂબ વ્યથિત છે. બીજી તરફ બાળકીની હાલત એ હદે નાજુક હતી કે સયાજી હોસ્પિટલના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ શોક્ડ હતા. બાળકીના હોઠ ઉપર પણ બચકાં ભર્યાં હતાં, જેથી તેનો ચહેરો પણ ખરાબ થઈ ગયો હતો. તેની વડોદરાની સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં સારવાર ચાલતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *