અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જાટ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિલમ ગોસ્વામી સાણંદ વિભાગ સાણંદ નાઓએ અમદાવાદ ગ્રામ્યના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન તેમજ જુગારની પ્રવૃતિ પર સદંતર નેસ્ત નાબુદ કરવા તેમજ આ બાબતે વધુમાં વધુ કેસ કરવા તેમજ પ્રોહી બુટલેગરો ઉપર વોચ રાખી સફળ રેઈડો કરવા અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય, જે અનુસાંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.ટી.ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ અ.હે.કો. દિલિપકુમાર મફતભાઇ બ.નં ૧૨૪૯ તથા આ.પો.કો. સંજયદાન મહિપતદાન બ.નં ૧૯૮ ને મળેલ સંયુક્ત ચોક્કસ બાતમી આધારે ખોડીયાર ગામ ખાતે નાર્કોટીક્સ બ્યુરોની ઓફીસ પાછળ આવેલ દેવ પરિષર ફ્લેટના ગેટની સામે રોડની બાજુમાં પડેલ સેલ્ટોસ ફોર વ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારુની અલગ અલગ માર્કાની વિદેશી દારૂની બોટલ તથા ટીન મળી કુલ નંગ -૧૮૮૯ કિ.રૂા.૨,૫૩,૧૨૦/- તથા એક સફેદ કલરની કીઆ સેલ્ટોસ મોડલની ફોર વ્હીલ ગાડી જેનો રજી.નં GJ-01 WC-2433 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૫૩,૧૨૦ નો મુદ્દામાલ ઝડપી પાડતી બોપલ પોલીસ અમદાવાદ ગ્રામ્ય.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) હે.કો. દિલિપકુમાર મફતભાઇ બ.નં ૧૨૪૯ ( બાતમી મેળવનાર )
(૨) હે.કો. દિપકકુમાર મથુરભાઇ બ.નં ૫૩૧
(૩) હે.કો. નરેશભાઇ ભીખુભાઇ બ.નં ૧૨૦૨
(૪) હે.કો. ભાવેશસિંહ મહેન્દ્રસિંહ બ.નં ૧૩૫૮
(૫) અ.પો.કો. મયંકસિંહ રાજેન્દ્રસિંહ બ.નં ૧૪૧૦
(૬)આ.પો.કો. સંજયદાન મહિપતદાન બ.નં ૧૯૮ ( બાતમી મેળવનાર )
(૭) આ.પો.કો. શૈલેષભાઇ દોલુભાઇ બ.નં ૨૦૬
(૮) અ.લો.ર. હરપાલસિંહ નરેન્દ્રસિંહ બ.નં ૧૫૯૧
(૯) અ.પો.કો. માનસંગભાઇ રામાભાઇ બ.નં ૧૬૨૪
