રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં ઓફિસરોની બદલીનો દોર શરૂ થયો છે. ગુજરાતની 8 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. 8 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીનગરપાલિકાઓના ચીફ ઓફિસરની બદલીની વિગતો સામે આવી છે 8 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરાઇ છે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ બદલીની કાર્યવાહી હાથ ધરાઇ છે..
ચાલો નજર કરીએ કઇ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરી તેમને કઇ નગરપાલિકામાં નિયુક્ત કરાયા છે.
ગુજરાતમાં શહેરી વિકાસને લઇ બદલીનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. ગુજરાતની 8 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાતની 8 નગરપાલિકામાં કડી, ગારિયાધાર, બાવળા, બારેજા, વંથલી, પ્રાંતિજ, સોનગઢ અને રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જો કે બીજા આદેશ થાય નહીં ત્યાં સુધી ધોળકા નગરપાલિકાની ચીફ ઓફિસર બારેજા નગરપાલિકાનો વધારાનો હવાલો સંભાળશે. જ્યારે સાણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર બાવળા નગરપાલિકાનો વધારાનો હવાલો સંભાળશે. વિકાસ વિભાગે તાકીદે અસરથી ચીફ ઓફિસોની બદલીના આદેશ કર્યા છે.