શું બલુચિસ્તાનનું મંગોચર શહેર પાકિસ્તાનના હાથમાંથી સરકી ગયું? બલૂચ બળવાખોરોએ સરકારી ઇમારતો પર કબજો કર્યો

Spread the love

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના મંગોચર શહેર પર કબજો કરી લીધો છે. બળવાખોરોએ સરકારી ઇમારતો અને લશ્કરી ઠેકાણાઓ પર કબજો જમાવી લીધો છે.

પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને એવામાં હવે બલુચિસ્તાન પણ એક્શનમાં આવી ગયું છે. વાત એમ છે કે, પાકિસ્તાનના કલાત જિલ્લાના મંગોચર શહેરમાં ઘણી ઇમારતો બલૂચ બળવાખોરોએ કબજે કરી લીધી છે.

અહેવાલો અનુસાર, બળવાખોરોએ શહેરમાં સરકારી ઇમારતો અને લશ્કરી મથકો પર કબજો જમાવી લીધો છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના અને બલૂચ વિદ્રોહીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, જેમાં વિદ્રોહીઓએ સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો અને હથિયાર કબજે કર્યા હતા.

ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનની પશ્ચિમી સરહદ પર કટોકટી

આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાને ભારત તરફથી સંભવિત લશ્કરી કાર્યવાહીની અપેક્ષાએ તેની પશ્ચિમી સરહદો પર લશ્કરી તૈનાતી વધારી દીધી છે. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ બગડ્યા છે.

ભારત સાથે વધતા તણાવની સ્થિતિ વચ્ચે પાકિસ્તાને પોતાની પશ્ચિમી સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાનને આશંકા છે કે, ભારત તરફથી કોઇ લશ્કરી કાર્યવાહી થઈ શકે છે. 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધારે તિરાડ પડી છે.

બલૂચ બળવાખોરોનો પાકિસ્તાન પર હુમલો

26 એપ્રિલના રોજ બલુચિસ્તાનમાં IED વિસ્ફોટમાં 10 અર્ધલશ્કરી જવાનો માર્યા ગયા હતા, જેની જવાબદારી BLA એ લીધી હતી. આ વર્ષે માર્ચમાં બલૂચ લિબરેશન આર્મીએ 380 મુસાફરોને લઈને જાફર એક્સપ્રેસ હાઈજેક કર્યું હતું. જો કે, આ પછી પાકિસ્તાન સેનાએ ઓપરેશન ગ્રીન બોલાન શરૂ કર્યું, જેમાં સરકારી આંકડાઓ અનુસાર, 64 લોકો માર્યા ગયા. BLA એ આ દાવાને નકારી કાઢ્યો અને દાવો કર્યો કે 50 સૈનિકો અને 214 બંધકો માર્યા ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *