છેવાડાના માનવીની દીકરી ગુમ થયાની ફરિયાદ ઈમેલ દ્વારા ગૃહમંત્રીને કર્યા બાદ ન્યાય પણ ડિજિટલ ઝડપી મળ્યો,

Spread the love

દીકરી ગુમ થવા બાબત : માનનીય ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાહેબ આપનો ખુબ ખુબ અભાર આભાર દીકરી મળી ગઈ છે સંતરામપર પોલીસ સ્ટેસન થી મહીસાગર એસ પી સાહેબ સંતરામ પુર પોલીસ સ્ટેસન પી એસ આઈ સાહેબ તથા પોલીસ સ્ટાફ આપનો ખુબ ખુબ અભાર

 

 

 

ગાંધીનગર

આજના યુગમાં ટપાલો પોસ્ટકાર્ડ કવર આ બધું હવે લુપ્ત થતું જાય છે, ત્યારે છેવાડાના ગામોમાં રહેતા લોકો પણ હવે મોબાઈલના આધુનિક યુગમાં ડિજિટલ તરફ પ્રયાણ કર્યું છે, અને છેવાડા નો માનવી પણ જે ન્યાય માટે ઝંખી રહ્યો છે, તેને ઝડપી ન્યાય અને સફળતા મળી છે, છોટા પેકેટ બડા ધમાકા તેમ નાની ત્રણ લીટી ની ઈમેલ અરજી કેટલું ઝડપી કામ થાય છે, અને ગૃહમંત્રી તમામ કામોની ચકાસણી કરે છે, તેનો આ વરવો દાખલો કહી શકાય, ડિજીટલ યુગમાં રાજ્યના સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરીને સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યના ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગના રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ડિજીટલ માધ્યમથી પ્રશ્નોના નિરાકરણ લાવી રહ્યા છે.

એક વર્ષમાં ઇ મેઇલ પર કુલ-૨૫૩૩ પ્રશ્નો તેમજ રજૂઆતો સામાન્ય નાગરિકો તરફથી મંત્રીશ્રીને મળી છે જેમાં ખૂબ ટૂંકા સમયમાં મોટા પ્રમાણમાં રજૂઆતોનો સુખદ નિકાલ આવ્યો છે. મંત્રી શ્રી હર્ષ સંઘવી કાર્યાલય ખાતે પ્રત્યક્ષ રીતે પ્રત્યેક અરજદારશ્રી, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓને સાંભળતા હોય છે. પરંતુ રાજ્યના કોઈ પણ નાગરિક કે જનપ્રતિનિધિ ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પ્રશ્નો અને રજૂઆતો માટે ગાંધીનગર ઓફિસ સુધી જવું ન પડે અને ઈ-મેઈલ દ્વારા પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે તે માટે ઈ મેઈલ પર આવેલી ફરિયાદો અને રજૂઆતોના ત્વરિત નિરાકરણ ઉપર પણ ખાસ ભાર મૂક્યો છે.

રાજ્યના નાગરિકો min-home@gujarat.gov.in ઈ-મેઈલ આઈડી પર ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પોતાના પ્રશ્નો, નિમંત્રણ તેમજ રજૂઆતો મોકલી રહ્યા છે. આ મળતા ઈ-મેઈલની મંત્રીશ્રીના કાર્યાલય સ્તરેથી પ્રામાણિકતાપૂર્વક યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, મંત્રી શ્રી હર્ષ સંઘવી પોતે દરરોજ મળતા ઈ-મેઈલની સમીક્ષા કરે છે અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીને તાત્કાલિક સૂચનાઓ પાઠવે છે. સાથે સાથે, દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં સમીક્ષા બેઠક યોજીને, રજૂઆત થયેલા મુદ્દાઓના ઉકેલ અને પ્રગતિ અંગે પણ બારીક સમીક્ષા કરવામાં આવે છે. આ કાર્યવાહીથી ઈ-ગવર્નન્સને વધુ બળ મળ્યું છે અને સામાન્ય નાગરિકોને પ્રાથમિકતા આપી, સરળ અને ઝડપી વહીવટની દિશામાં આગળ વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *