ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૩.૫૧ %, ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૯૩.૦૭% અને સાયન્સનું 83.51%પરિણામ

Spread the love

 

 

રાજકોટ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 22026માંથી 1452 વિદ્યાર્થી નાપાસ : ધો. 12 સાયન્સમાં રાજકોટમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ 96.60 ટકા પરિણામ

 

 

 

રાજકોટ,
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલ ધો.૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે ૧૦.૩૦ કલાકે રાજયના શિક્ષણમંત્રી શ્રીએ જાહેર કર્યું છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ નવા કિર્તીમાન સાથે ૯૩.૦૭ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૩.૫૧ ટકા જાહેર થયું છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૧,૦૦,૫૭૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ ૮૩.૫૧ ટકા નિયમીત વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં નિયમીત વિદ્યાર્થીઓનું પરિણામ ૮૩.૭૯ ટકા અને નિયમીત વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૩.૨૦ ટકા આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ જીલ્લાના ગોંડલ કેન્દ્રનું પરિણામ ૯૬.૬૦ ટકા અને સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર દાહોદ ૫૪.૪૮ ટકા આવ્યું છે. જયારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ મેળવતો જીલ્લો મોરબી છે. જેનું પરિણામ ૯૨.૯૧ ટકા છે.

જયારે દાહોદ જીલ્લાનું પરિણામ ૫૯.૧૫ ટકા આવ્યું છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૦૦ ટકા પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ૧૯૪ છે. જયારે ૧૦ ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૩૪ છે. એવન ગ્રેડ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા ૮૩૧ છે. એટુ ગ્રેડ મેળવતી વિદ્યાર્થીની સંખ્યા ૮,૦૮૩ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ ૮૩.૪૯ ટકા છે. જયારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૮૩.૭૭ ટકા છે. જાહેર થયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં કુલ ૩,૩૭,૩૮૭ વિદ્યાર્થીઅબે નોંધાયા હતા. નિયમીત ઉમેદવારોનુ પરિણામ ૯૩.૦૭ ટકા આવ્યું છે. બનાસકાંઠા જીલ્લાનું પરિણામ ૯૭.૨૦ ટકા આવ્યું છે. જયારે ૨૦૦૫ શાળાઅબેએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. માત્ર ર૧ શાળાઅગેનું પરિણામ જ ર૧ ટકા કરતા અબેછુ આવ્યું છે. નિયમીત વિદ્યાર્થીઅત્રેનું પરિણામ ૯૦.૭૮ ટકા છે. જયારે નિયમીત વિદ્યાર્થીનીઅત્રેનું પરિણામ ૯૫.૨૩ ટકા આવ્યું છે.

ધો.12 અને ગુજકેટનાં પરિણામ જાહેર થઈ ગયાં છે. ધોરણ 12 સાયન્સનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 93.07 ટકા પરિણામ જાહેર થયાં છે. સાયન્સનું ગત વર્ષ કરતાં 1.0 ટકા વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા. સાયન્સમાં 92.91 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજા વર્ષે મોખરે રહ્યો છે. તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

રાજકોટ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 93.66 % જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ 841 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ 3644 વિદ્યાર્થીઓએ, B1 ગ્રેડ 5100 વિદ્યાર્થીઓએ, B2 ગ્રેડ 5107 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 22026 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 21966 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 1452 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ધોરણ 12માં સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી તેમજ સંસ્કૃત મધ્યમા પ્રવાહના રાજકોટ જિલ્લાના કુલ 20.514 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તેમજ જિલ્લાનું સામાન્ય પ્રવાહ પરિણામ 93.66 ટકા આવ્યું છે.

રાજકોટ જિલ્લાના ધોરણ 12ના કુલ 22,026 વિદ્યાર્થીમાંથી 21,966 વિદ્યાર્થીએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પ્રમાણે જોઈએ તો, ધોરાજી કેન્દ્ર પર 948 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 912 વિદ્યાર્થી ઉત્તીર્ણ થઈ કેન્દ્રનું પરિણામ 96.20% આવ્યું છે. તો ગોંડલમાં 2140 વિદ્યાર્થીમાંથી 2131 વિદ્યાર્થી ઉત્તીર્ણ થઈ 94.09%, જેતપુરમાં 1074 વિદ્યાર્થીમાંથી 995 પાસ થઈ 92.74 %, રાજકોટ પૂર્વમાંથી 2245 વિદ્યાર્થીમાંથી 2097 વિદ્યાર્થી પાસ થઈ 93.84%, રાજકોટ પશ્ચિમમાંથી 4116 વિદ્યાર્થીમાંથી 3851 વિદ્યાર્થી ઉત્તીર્ણ થઈ 93.89%, જસદણ કેન્દ્રમાં 929 વિદ્યાર્થીમાંના 865 વિદ્યાર્થી ઉત્તીર્ણ થઈ 94.37%, જામકંડોરણા કેન્દ્રમાંથી 346 વિદ્યાર્થીમાંથી 325 વિદ્યાર્થી પાસ થઈ 95.63% પરિણામ મેળવ્યું હતું.

રાજકોટ દક્ષિણમાંથી 2644 વિદ્યાર્થીમાંથી 2498 વિદ્યાર્થી ઉત્તીર્ણ થઈ 94.99%, ત્રંબા કેન્દ્ર પરથી 335 વિદ્યાર્થીમાંથી 299 વિદ્યાર્થી પાસ થતા 90.96%, ઉપલેટા કેન્દ્ર પરથી 821 વિદ્યાર્થીમાંથી 739 વિદ્યાર્થી પાસ થતા 91.65%, પડધરી કેન્દ્ર પરથી 468 વિદ્યાર્થીમાંથી 410 વિદ્યાર્થી ઉત્તીર્ણ થતા 87.61%, રાજકોટ સેન્ટ્રલ કેન્દ્ર પરથી 2867 વિદ્યાર્થીમાંથી 2581 વિદ્યાર્થી ઉત્તીર્ણ થતા 90.42%, રાજકોટ ઉત્તર કેન્દ્ર પરથી 1065 વિદ્યાર્થીમાંથી 1008 વિદ્યાર્થી પાસ થતા 94.65%, ભાયાવદર કેન્દ્રના 146 વિદ્યાર્થીમાંથી 125 વિદ્યાર્થીઓ પાસ થતાં 86.90%, વિંછીયા કેન્દ્રના 529 વિદ્યાર્થીમાંથી 505 વિદ્યાર્થી પાસ થતા 96.58%, રૂપાવટી કેન્દ્રના 413 વિદ્યાર્થીમાંથી 409 ઉત્તીર્ણ થતાં 99.51%, વાંગધ્રા કેન્દ્રના 183માંથી 181 વિદ્યાર્થીઓ સૌથી વધુ 100% અને આટકોટ કેન્દ્રના 471 વિદ્યાર્થીમાંથી 459 ઉત્તીર્ણ થતા 97.45% સાથે જિલ્લાનું કુલ પરિણામ 93.66 % જોવા મળ્યું છે.

 

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમવાર ધો.૧ર અને ગુજકેટનું પરિણામ એક સાથે જાહેર : ધો.૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ગોંડલ : ગોંડલનું પરિણામ ૯૬.૬૦ % અને સમગ્ર ગુજરાત રાજયમાં ૯૨.૯૧% સાથે મોરબી જીલ્લો સૌથી પ્રથમ : ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જીલ્લાનું સૌથી વધુ પરિણામ ૯૭.૨૦ % : ૧૦૦ % પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ૨૦૦૫ : ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૯૪ શાળાઓનું પરિણામ ૧૦૦% જ્યારે ૩૪ શાળાઓનું પરિણામ ૧૦%થી ઓછું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *