ગુજરાતમાં તમામ જગ્યાએ ભાજપે કેસરીયો લહેરાવ્યો છે ત્યારે જીજે ૧૮ ખાતે પણ કેસરીયો લહેરાવવા એક જ ફોમ્ર્યુલા અપનાવવામાં આવી રહી છે ત્યારે ભાજપે રાત્રે ૧૦.૩૦ વાગે લીસ્ટ જાહેર કરતાં રાત્રે જ ટિકિટવાંચ્છુઓ હતાં તેમની ઊંઘ ઊડી ગઈ છે. ભાજપે મોટાભાગના તમામ નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે અને જુના કાર્યકરોમાં થોડા અંશે લેવામાં આવ્યા છે ત્યારે ભાજપમાં ૩ સરપંચોને પણ ટિકિટ આપી છે. ભાજપ, આપ પાર્ટી, કોંગ્રેસનો ત્રિપાંખીયો જંગ સાથે અપક્ષોનો રાફડો ફાટે તો નવાઈ નહીં. અનેક ચપોચપ ફોર્મ ઉપડી ગયા હોવાથી ભારે ટેન્શનમાં રાજકીય પક્ષો છે ત્યારે ભાજપનું લીસ્ટ રાત્રે જાહેર થયા બાદ ફૂલ ગુલાબી તેજી રાત્રે કોંગ્રેસ અને આપ પાર્ટીમાં જોવા મળી રહી છે. ગત રાત્રે ભાજપની બેઠક રાયસણ ખાતે પૂર્ણ થયા બાદ લિસ્ટ જાહેર થતાં રાત્રે ભોજનનો સ્વાદ પણ અધૂરો ટિકિટવાંચ્છુઓનો રહી ગયો છે ત્યારે ભાજપે લિસ્ટ જાહેર કરી દેતા કોંગ્રેસ અને આપમાં પૂછપરછ વઝી ગઈ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાના ધારાસભ્ય ક્વાર્ટર્સ ખાતે પણ રાત્રે બેઠકો ચાલી હતી. ભાજપનું લિસ્ટ જાહેર થયા બાદ હાલ કોંગ્રેસ અને આપનું માર્કેટમાં તેજી આવી ગઈ છે. હવે કોંગ્રેસ લિસ્ટ કેવું જાહેર કરે છે તેના ઉપર મદાર છે ત્યારે ભાજપ દ્વારા હાલ લિસ્ટ જાહેર થયું છે ત્યારે હવે ચુંટણીનો ત્રિપાંખીયો જંગ જામે તેવી શક્યતા છે.