પાલનપુર-આબુ હાઇવે પર ઈકબાલગઢ નજીક એક ઈકો કાર અચાનક પલટી ખાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય 5 લોકોને ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. તેમણે 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. અકસ્માતની જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.