અમદાવાદના જેતલપુર ગામમાં સોમવારે એક દુ:ખદ ઘટનામાં બે યુવાનોના વીજળીના કરંટથી મોત થયા. ચાર યુવાનો પોતાના કામ માટે લોખંડની સીડી બીજી જગ્યાએ ખસેડી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ સમય દરમિયાન સીડી ઉપરથી પસાર થતા હાઇ વોલ્ટેજ પાવર વાયરના સંપર્કમાં આવી ગઈ, જેના કારણે તેને જોરદાર વીજનો ઝડકો લાગ્યો અને બે યુવકો એજ જગ્યા પર ઢળી પડ્યા હતા.
આ દરમિયાન બીજા બે યુવકોનો જીવ બચી ગયો હતો.
વીજળીનો ઝડકો લાગતાની સાથે જ બે યુવકો જમીન પર પડી ગયા. ઘટનાસ્થળે હાજર લોકો તરત જ દોડી ગયા અને મદદ કરવાનો પ્રયાસ કર્યો. જોકે આમાંથી બે યુવાનો કોઈક રીતે બચી ગયા, પરંતુ 28 વર્ષીય બે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. મૃતકોમાંથી એક પાણીની બોટલના ગોડાઉનનો માલિક હોવાનું કહેવાય છે અને બીજો તે જ ગોડાઉનમાં કામ કરતો કર્મચારી છે.
આ સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દુ:ખદ અકસ્માત બાદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક લોકોએ વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરોને ઢાંકી દેવામાં આવે અને ઔદ્યોગિક વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.