Gujaratના તમામ પોલીસકર્મીઓની રજા રદ્દ, DGP ઓફિસ દ્વારા કરાયો આદેશ

Spread the love

 

ગુજરાતના તમામ પોલીસકર્મીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે. આ મહત્વનો નિર્ણય DGP ઓફિસ દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે DGP ઓફિસ દ્વારા આદેશ પણ બહાર પાડવામાં આવ્યો છે. આ સાથે જ રજા પર ગયેલા પોલીસ કર્મીઓને પણ તાત્કાલિક હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર બાદની સ્થિતિને લઈને DGP ઓફિસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓપરેશન સિંદૂર બાદ માછીમારોને કરાયા એલર્ટ, ગુજરાત સરકારે આપી સૂચના

બીજી તરફ ભારત પાકિસ્તાન વચ્ચે બોર્ડર પર તણાવ વધતા ગુજરાત સરકારે તમામ માછીમારોને પણ એલર્ટ કર્યા છે અને માછીમારોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે અને IMBL અને સંવેદનશીલ વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતના માછીમારોને સાવચેતી રાખવા ગુજરાત સરકારે પત્ર બહાર પડ્યો છે. IMBL તથા સંવેદનશીલ સમુદ્રી વિસ્તારોમાં ફિશિંગ માટે ન જવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

માછીમારોએ ઓળખ પત્રો સાથે રાખવા સૂચના

આ સિવાય માછીમારોને તેમના તમામ ઓળખ પત્રો, આધાર પુરાવા સાથે રાખવા માટે સરકાર તરફથી સૂચન કરવામાં આવ્યું છે, જેથી ડિફેન્સ એજન્સીઓને વેરિફિકેશનમાં મદદ મળી શકે. અરબી સમુદ્રમાં માછીમારોને કોઈ શંકાસ્પદ બોટ કે કંઈ ગતિવિધિ દેખાય તો પણ ડિફેન્સ એજન્સીઓને તાત્કાલિક સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાન પર ગઈકાલે મોડી રાત્રે કરેલી એર સ્ટ્રાઈક બાદ સ્થિતિ ચિંતાગ્રસ્ત છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકીઓના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે અને જડબાતોડ જવાબ ભારતીય સેનાએ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *