રજા પર ગયેલા ગુજરાત પોલીસ કર્મીઓ હાજીર હો! ભારત-પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે લેવાયો મોટો નિર્ણય

Spread the love

 

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઐતિહાસિક એરસ્ટ્રાઈક કરી અને આતંકીઓ અને તેમના આકાઓને હચમચાવી નાંખ્યા હતા. બીજી બાજુ પાકિસ્તાન ભારતે કરેલી કાર્યવાહીથી ડરેલું છે અને તેમના રક્ષામંત્રીએ સૈનાને ખુલ્લી છૂટ આપી દીધી છે. જેના કારણે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોના સીમાડાઓ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

Operation Sindoor: ‘ઓપરેશન સિંદૂર’ બાદ હજું કંઈક મોટું થશે! પાકિસ્તાનમાં ખળભળાટ

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ પૂર્ણ પરિસ્થિતિમાં ગુજરાત પોલીસની રજાઓ રદ કરી દેવામાં આવી છે. જી હા…ભારત પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે ગુજરાત પોલીસના અધિકારીઓની રજા કેન્સલ કરી દેવાામાં આવી છે. તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

ભારત પર વળતો પ્રહાર કરતા પહેલા 100 વાર કેમ વિચારશે પાક? આ રહી પાડોશી દેશની મજબૂરી

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠક યોજવામાં આવી છે. જેમાં મોકડ્રિલ અન્વયે તમામ મંત્રીઓ અને પ્રભારી સચિવો મોકડ્રિલની સફળતા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. સામાન્ય નાગરિકોમાં કોઈ ગભરાટ કે દહેશત ન ફેલાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રભારી મંત્રીઓ-પ્રભારી સચિવો પોતાના જિલ્લાઓમાં સંકલન કરે તેવી સૂચના અપાઈ છે.

IPL 2025: ગુજરાત ટાઈટન્સે રચ્યો જબરો ઈતિહાસ, RCB,CSK અને MI જેવી ટીમો પણ કરી શકી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *