એરફોર્સ તરફથી ચેતવણી : ચંદીગઢમાં હુમલાનું એલર્ટ સાયરન વાગ્યું

Spread the love

 

 

શુક્રવારે ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશન તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી હતી. શહેરમાં સાયરનના અવાજો ગુંજી રહ્યા છે. ચંદીગઢ પ્રશાસને લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે. લોકોને તેમના ઘરની બારીઓથી દૂર રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાન સરહદ નજીકના ગામડાઓ ખાલી કરાવવામાં આવી રહ્યા છે. સરહદથી 20 કિલોમીટરની અંદર આવેલા ગામડાઓને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સેના પ્રમુખ સાથે બેઠક કરી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયની બેઠકમાં જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેના પ્રમુખ એપી સિંહ, નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ હાજર છે.
બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના સાંબા વિસ્તારમાં BSF જવાનોએ 7 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓની હિલચાલની માહિતી મળ્યા બાદ અહીં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગુરુવારે રાત્રે સતત બીજા દિવસે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા. ભારતે તેની S-400 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને ડ્રોન અને મિસાઇલો તોડી પાડીને બદલો લીધો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર ભારતે LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર 50 થી વધુ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે.
આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. નિયંત્રણ રેખા (LoC) નજીક કુપવાડા અને બારામુલ્લામાં ભારે ગોળીબાર થઈ રહ્યો છે. ભારતીય સેના જવાબ આપી રહી છે. સતવારી, સાંબા, આરએસપુરા સેક્ટર અને અરનિયામાં 8 મિસાઇલો છોડવામાં આવી હતી. ભારતીય S-400 એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા પણ આને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન તરફથી થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને, જમ્મુમાં સરહદ નજીક રહેતા લોકોને બંકરોમાં લઈ જવામાં આવ્યા છે. સમગ્ર કાશ્મીરમાં વીજળી કાપી નાખવામાં આવી છે.
ભારતના કેટલાક ભાગો જેવા કે સરહદની નજીકના વિસ્તારોમાં વધારે ખતરો હોવાથી આવા વિસ્તારોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ આપવામાં આવ્યા. જેમાં ભારતના કેટલાક એવા વિસ્તારો જેવા જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાત રાજ્યોના બોર્ડર પરના વિસ્તારોમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ આપવામાં આવ્યા છે, જેમાં કેટલાક વિસ્તારો વિષે જણાવીએ, જેમાં જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ, ઉધમપુર, કિશ્તવાડ, અખનૂર, સાંબા, શ્રીનગર અને અનંતનાગ જેવા વિસ્તારોમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ આપ્યા આ સાથે રાજસ્થાનમાં બાડમેર, બિકાનેર અને શ્રીગંગાનગર તે પછી પંજાબમાં ચંડીગઢ, મોહાલી, જલંધર, અમૃતસર, હોશિયારપુર, ગુરદાસપુર, પઠાણકોટ અને તરનતારન જેટલા વિસ્તારોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ આપવામાં આવ્યા આ સાથે ગુજરાતમાં ભુજ, કચ્છ અને પાટણ જેવા વિસ્તારોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ આપવામાં આવ્યું.
ઓપરેશન સિંદૂર પછીના દિવસે, એટલે કે બુધવાર-ગુરુવાર રાત્રે પાકિસ્તાને 15થી વધુ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતે રશિયા પાસેથી મળેલી S-400 ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ હુમલાને નિષ્ફળ બનાવ્યો. બદલામાં, ભારતે ગુરુવારે સવારે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો. આ માટે ઇઝરાયલથી મળેલા હાર્પી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુરુવારે બપોરે 2.30 વાગ્યે રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને પણ નિશાન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંડીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી. આ પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *