પ્રવર્તમાન તંગદિલીની સ્થિતિને પગલે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં આરોગ્ય વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી

Spread the love
……………
આરોગ્યમંત્રીશ્રીએ રાજ્યના સરહદી જિલ્લાઓમાં આરોગ્યવિષયક તમામ સેવા-સુવિધાઓની ઝીવણટભરી વિગતો મેળવીને  આગોતરી વ્યવસ્થાઓ સદંર્ભે જરૂરી તમામ કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી
………………
સરહદી જિલ્લાઓ સહિત રાજ્યના તમામ જિલ્લાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇ મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલ કટોકટીની પરિસ્થિતિમાં જરૂરી તમામ સેવા-સુવિધાઓથી સજ્જ
………………
આરોગ્ય વિભાગના સચિવ, તમામ અધિકારીઓ સહિત તમામ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારીઓ વીડિયો કોન્ફરન્સમાં જોડાઇને સમગ્ર સ્થિતિની વિગતવાર ચર્ચા કરી
……………………..
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં  સરહદી રાજ્ય તરીકે ગુજરાતમાં આરોગ્યસેવા અને સુવિધાઓ સંલગ્ન સતર્કતા અને સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી.
મંત્રીશ્રીએ ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઇ, જમીની અને હવાઇ સીમાથી જોડાયેલ સરહદી જિલ્લાઓમાં વિશેષત: કટોકટી સમયે જરૂરી આરોગ્ય સેવા-સુવિધાઓની સમીક્ષા કરી હતી.
આ તમામ જિલ્લાઓમાં દવાના જથ્થા, બેડની , આઇ.સી.યુ.ની સુવિધાઓ, બ્લડની જરૂરિયાત સંદર્ભેની આગોતરી વ્યવસ્થાની તમામ વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી.
કટોકટિની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગની સજ્જતા અને પૂર્વતૈયારી સંદર્ભે મંત્રીશ્રીએ વિશેષ માર્ગદર્શન અને સૂચના આપીને આ તમામ કામગીરી સુનિશ્ચિત કરવા માટેના દિશાનિર્દેશ કર્યા હતા.
ગાંધીનગર ખાતે યોજાયેલ આ વીડિયો કોન્ફરન્સમાં આરોગ્ય વિભાગના સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, કમિશ્નર શ્રી રતનકવરજી, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………………………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *