ગુજરાતઃ યુદ્ધની સ્થિતિ વચ્ચે અમરનાથ યાત્રાના બુકિંગ રદ થઈ રહ્યા છે

Spread the love

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ હુમલા શરૂ થઈ ગયા છે. એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે તો બીજી તરફ અત્યારે વેકેશન હોવાથી લોકો ફરવા જવાની પ્લાનિંગ કરીને બેઠા હતા. ત્યારે હવે ટુરિસ્ટોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ યુધ્ધથી ચારધામ યાત્રાને પણ અસર થતી જોવા મળી રહી છે. આ વખતે ગુજરાતમાં ચારધામ યાત્રામાં પણ 50 ટકા બુકિંગ કેન્સલ થયા છે.

કેટલાંય ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યુ છે. આ કારણોસર ગુજરાતી ટુર ઓપરેટરોને ઉનાળુ વેકેશનની સિઝન જાણે માથે પડી છે. આ વર્ષે અમરનાથ યાત્રા માટે દરેક શહેરમાંથી હજારો લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ હવે અમરનાથ યાત્રા શરૂ થવાને એક મહિનાનો સમય બાકી છે એ પહેલાં જ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ છે. એવામાં યાત્રાને લઈ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાની બુકિંગ એકાએક કેન્સલ કરવા લાગ્યા છે.

ભારતની એર સ્ટ્રાઇક અને ડરના માહોલ વચ્ચે આગામી દિવસોમાં અમરનાથ યાત્રામાં વિક્ષેપ પડે એવાં એંધાણ દેખાઈ રહ્યાં છે. ચારધામની યાત્રાએ જતા ગુજરાતીઓ સાવચેત થઈ ગયા છે અને કોઈ જોખમ લેવા માંગતા નથી. અમરનાથ યાત્રાએ જનારા યાત્રિકો હાલ બુકિંગ કરાવવાનું ટાળી રહ્યા છે અને જે લોકો બુકિંગ કરાવી ચૂક્યા છે તેઓ રદ કરાવવા લાગ્યા હોવાનું ટૂર ઓપરેટરો જણાવી રહ્યા છે. હાલમાં વડોદરામાં ટ્રાવેલ્સના માલિકો અમરનાથ યાત્રા માટે કોઈપણ વ્યક્તિ પૂછપરછ માટે આવી નથી. ગત વર્ષ કરતાં આ વર્ષે હજુ બુકિંગની શરૂઆત થઈ નથી.

. જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલા બાદ પ્રવાસીઓની સંખ્યા ઘટી છે, હાલ હોટલોનાં રૂમનાં ભાડાં અડધાં થઈ ગયા હોવા છતાં બુકિંગ ન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. વર્ષે બેથી ત્રણ હજાર લોકો રજિસ્ટ્રેશન કરાવતા હોય છે અને એમાંથી માંડ 1500 લોકો જતા હોય અને વડોદરાથી 30થી 35 બસો જતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે વાતાવરણ, એર સ્ટ્રાઇક અને હુમલાની ઘટના બાદ હવે લોકો જવાનું ટાળી રહ્યા છે. રેલવેની ટિકિટ પણ મળતી શરૂ થઈ છે, પરંતુ કોઈ બુકિંગ નથી.

અમરનાથ યાત્રા માટે બુકિંગ સદંતર બંધ થઈ ગયું છે. જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેમણે બુકિંગ રદ કરાવી દેતાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને પણ મોટો ફટકો પડ્યો છે.અમરનાથ યાત્રા અંગે અમદાવાદના એક જાણીતા ટૂર ઓપરેટરે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રામાં પુષ્કળ ચેકિંગ, આતંકી હુમલાની ભીતિને લઈને તેમને અમરનાથ યાત્રાની ટૂરનું આયોજન બંધ કરી દીધું છે, પરંતુ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે મોટા ભાગના લોકોએ અમરનાથ યાત્રા કેન્સલ કરી દીધી છે. રાજકોટમાં અમરનાથ યાત્રીઓનાં રજિસ્ટ્રેશનમાં 50%નો ઘટાડો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *