અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે એક્સ પર પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતભર લાંબી વાતચીત બાદ, બંને દેશો સંપૂર્ણ યુદ્ધવિરામ પર સહમત થયા છે.

તેમણે બંને દેશોને સમજદારીપૂર્વક નિર્ણયો લેવા વિનંતી કરી.
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું, “પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ માટે સંમત થયા છે…”
ભારત સરકારે યુદ્ધ વિરામની પુષ્ટી કરી છે. સાંજે પાંચ વાગ્યાથી બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા પત્રકાર પરિષદ કરી આ અંગે જાહેરાત કરવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અચાનક જાહેર કરાયેલા યુદ્ધવિરામ પાછળ એક મોટું રાજદ્વારી કારણ છે, વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર છેલ્લા ઘણા દિવસોથી તેમના અમેરિકન સમકક્ષો સાથે સતત વાતચીતમાં સામેલ હતા. આ વાટાઘાટોનો ઉદ્દેશ્ય સરહદ પર વધતા તણાવનો અંત લાવવાનો અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો હતો.
યુએસ પક્ષે તેને બંને દેશોની “સામાન્ય સમજ”નું પરિણામ ગણાવ્યું, અને બંને દેશોને આ નિર્ણય બદલ અભિનંદન આપ્યા. હવે એવી અપેક્ષા છે કે સરહદો પર શાંતિ પુનઃસ્થાપિત થશે અને બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે વધુ સકારાત્મક પગલાં લેવામાં આવશે.
કોઈપણ આતંકવાદી હુમલો ભારત સામે યુદ્ધ ગણાશે
આ દરમિયાન, ભારત સરકારે આજે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી હુમલો ભારત સામે એક્ટ ઓફ વોર માનવામાં આવશે. એટલે કે તેને ભારત સામેનું યુદ્ધ ગણવામાં આવશે. ભારત સરકાર આતંક ફેલાવતા દુશ્મન દેશને યુદ્ધ જેવો જવાબ આપશે.