56 ની છાતીવાળા, 56 વખત બ્લડ ડોનેટ કરનાર કુમનભાઈથી ભામાશા પ્રભાવિત થયા,

Spread the love

જીવનમાં કેટલું જીવ્યા તે મહત્વનું નથી, પણ લોકો માટે અને દેશ માટે શું કર્યું તે મહત્વનું છે, ત્યારે ભારતને સોને કી ચીડિયા જે કહેવાય છે તેમાં અનેક પ્રભાવિત વ્યક્તિઓ આ દેશમાં થઈ ગયા, સેવા માટે પહેલી આંગળી ઊંચી રાખતા અને આપવાનું હોય તો પહેલો હાથ ઊંચો રાખે તેવા ભારત દેશમાં જ મળે, ત્યારે હાલ ભારત પાકિસ્તાન ના યુદ્ધ જેવી પરિસ્થિતિ થતા દેશ માટે બ્લડ ડોનેશન કેમ્પ ગાંધીનગર ખાતેના નવા ધારાસભ્ય ક્વાર્ટર્સ ખાતે રાખ્યો હતો, ત્યારે 56 ની છાતી વાળા એવા કુમનભાઈ પોતે 56 વખત બ્લડ ડોનેટ કર્યું છે, 14 થી 18 વર્ષની ઉંમરે હર હંમેશા બ્લડ ની જેને જરૂર હોય ત્યાં કુમનભાઈ પહોંચી જાય, ત્યારે મધર્સ ડે અને દેશના જવાનોથી લઈને દેશની જનતા માટે ભવિષ્યમાં કોઈ ઘટના બને તો દેશપ્રેમી એવા કુમનભાઈ બ્લડ ડોનેશનના પોતે દર વખતે દાતા બની જાય છે, ત્યારે ભાજપના ધારાસભ્ય જે એસ પટેલ (ભામાશા) પોતે આ શુભ કાર્યમાં જે લોકો બ્લડ આપવા આવ્યા હતા તેમને પ્રોત્સાહિત કર્યા હતા, કહેવત છે ,કે તું કર્મ કરતા જા, અને ક્યારે ય આવી વ્યક્તિઓ ફળની આશા નથી રાખતા, પણ કહેવત છે કે વાપરે, આપેલું દીધેલું, વેચેલુ ક્યારે ફોગટ જતું નથી, ગાંધીનગરની ધરતી પર એક સારી નામાંકિત વ્યક્તિ અને સેવાભાવી કુમનભાઈ થી લઈને જે એસ પટેલ મળ્યા છે, એકવાર માણસા ફરી આવો, કેન્દ્રીય ગૃહ મંત્રી નો મતવિસ્તાર અને તેમનું જન્મસ્થળ, પણ હા વર્ષમાં બેથી ત્રણ વાર ગમે તેવા કામ છોડીને પણ અહીંયા દર્શન કરવા આવે, આ બધી જગ્યા એક શક્તિપીઠ જેવી છે, વિકાસશીલ પુરુષ અહીંથી બધા બનેલા છે, ત્યારે મધર્સ ડે નિમિત્તે દેશના જવાનોથી લઈને દેશ માટે બ્લડ ડોનેશન કેમ્પ એ એક એક લોહીનું ટીપું પણ આપવાવાળા દેશમાં કુમનભાઈ થી લઈને ભામાશા જેવી વ્યક્તિઓ પડી છે, તાકાત, 56 ની છાતી જે કહેવાય છે તે કોઈને મારીને નહીં, કે ડરાવીને નહીં, લોકોના દિલ જીતીને અને દેશ માટે જે જાગૃતતા લાવવાનો પ્રયત્ન તેને 56 ની છાતી કહેવાય, ત્યારે આપણા દેશના અનેક વિરલાઓ અને સેવા કરવાવાળા ને સત સત નમન કહી શકાય, બાકી લગે રહો મુન્નાભાઈ એમબીબીએસ ની જેમ લગે રહો કુમનભાઈ અને જુગલજોડી એવા જેએસ પટેલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *