લોકોને ટોયલેટ જતા પહેલા યાદ આવે છે ટ્રમ્પના વેપાર યુદ્ધ … કારણ જાણી ચોકી જશો.?!.. જેની અમેરિકન સુપરમાર્કેટમાં અછત સર્જાઈ

Spread the love

એક મોટી સમસ્યા બની ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર યુદ્ધથી કાગળ સપ્લાયર્સ પરેશાન છે. તેમને ડર છે કે અમેરિકન સુપરમાર્કેટમાં ટોઇલેટ પેપરની મોટી અછત સર્જાઈ શકે છે. બ્રાઝિલના સૌથી મોટા પલ્પ નિકાસકાર સુઝાનો એસએએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પના નવા ટેરિફ ટોઇલેટ પેપર અને અન્ય સ્વચ્છતા ઉત્પાદનો બનાવવા માટે વપરાતી મુખ્ય સામગ્રીના શિપમેન્ટને વિક્ષેપિત કરશે.

સુઝાનો એસએ બ્લીચ કરેલા હાર્ડવુડ પલ્પનું ઉત્પાદન કરે છે. તેનો ઉપયોગ ઘણા અમેરિકન ઉત્પાદકો દ્વારા કરવામાં આવે છે. કંપનીએ જણાવ્યું હતું કે એપ્રિલમાં અમેરિકામાં નિકાસમાં ૨૦%નો ઘટાડો થયો છે. આનું કારણ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ છે. જો વેપાર યુદ્ધ ચાલુ રહેશે તો ૨૦૨૦ જેવી પરિસ્થિતિ ફરી ઊભી થઈ શકે છે. પછી ટોઇલેટ પેપરની ભારે અછત સર્જાઈ.

ટેરિફના પ્રતિભાવમાં, અમારે વધેલા ખર્ચનો બોજ યુએસ ખરીદદારો પર નાખવો પડયો છે, સુઝાનોના સીઈઓ જોઆઓ આલ્બર્ટો ડી એબ્રેયુએ બ્લૂમબર્ગ ન્યૂઝને જણાવ્યું. બ્રાઝિલ અને અન્ય ઘણા દેશો (ચીન સિવાય) ને હવે યુએસમાં નિકાસ પર ૧૦% ટેરિફ ચૂકવવો પડશે. સાઓ પાઉલો સ્થિત કંપનીએ ચેતવણી આપી છે કે જો વેપાર અવરોધો ચાલુ રહેશે તો સપ્લાય ચેઇનની સમસ્યાઓ વધી શકે છે. કિંમતો હજુ પણ વધી શકે છે. ૨૦૨૦ માં કોરોના મહામારી દરમિયાન, લોકોએ ડરના કારણે ઘણી ખરીદી કરી હતી.

આના કારણે ટોઇલેટ પેપરની અછત સર્જાઈ. તે સમયની યાદો હજુ પણ લોકોના મનમાં તાજી છે. ટોઇલેટ પેપર હાલમાં દુકાનોમાં ઉપલબ્ધ છે. પરંતુ, ઉદ્યોગ વિશ્લેષકો કહે છે કે કાગળ પુરવઠા શળંખલામાં ફરીથી સમસ્યાઓ આવી શકે છે. જો યુએસ ખરીદદારો વધુ વેપાર વિક્ષેપના ભયથી ટોઇલેટ પેપરનો સંગ્રહ કરવાનું શરૂ કરે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. અન્ય વૈશ્વિક સપ્લાયર્સે પણ ચેતવણીઓ જારી કરી.

સુઝાનો એકમાત્ર કંપની નથી જે ચિંતાઓ વ્યક્ત કરી રહી છે. ઘણા અન્ય વૈશ્વિક સપ્લાયર્સે પણ ચેતવણી આપી છે કે જો ટેરિફ યુદ્ધ વધશે તો આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં સમસ્યાઓ આવી શકે છે. કંપનીની ચેતવણી એ પણ દર્શાવે છે કે વેપાર વિવાદો, જે અગાઉ હાઇપ્રટેક અથવા લક્ઝરી ચીજવસ્તુઓ પર કેન્દ્રિત હતા, હવે રોજિંદા જીવન માટે જરૂરી વસ્તુઓને અસર કરી રહ્યા છે. બ્રાઝિલ વિશ્વમાં પલ્પનું સૌથી મોટું ઉત્પાદક છે.

તાજેતરના વેપાર વિવાદમાં આ એક મુખ્ય મુદ્દો બની ગયો છે. અમેરિકાએ ઘણી આયાત પર ટેરિફ વધારી દીધો છે. આ ટ્રમ્પની વેપાર નીતિનો એક ભાગ છે. આ કારણે, બ્રાઝિલના નિકાસકારો ઊંચા ખર્ચ વચ્ચે તેમનો બજાર હિસ્સો બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન ટોઇલેટ પેપરની અછતને દૂર કરવામાં સુઝાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કંપનીનું કહેવું છે કે તે પરિસ્થિતિ અનુસાર કામ કરી રહી છે. પરંતુ કંપની એમ પણ કહે છે કે જો ટેરિફ દબાણ ચાલુ રહેશે તો ગંભીર પરિણામો આવી શકે છે. આનાથી અમેરિકન ગ્રાહકો પર અસર પડશે, ખાસ કરીને બાથરૂમની વસ્તુઓ પર. ‘પલ્પ માત્ર એક ચીજવસ્તુ નથી,’ એબેયુએ કહ્યું. તે આપણે દરરોજ ઉપયોગમાં લઈએ છીએ તે સૌથી આવશ્યક ઉત્પાદનોનો એક ભાગ છે. ગયા મહિને, એપોલો ગ્લોબલ મેનેજમેન્ટે પણ ચેતવણી આપી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત ચીની આયાત પર ભારે ટેરિફને કારણે યુએસ સ્ટોર શેલ્ફ અઠવાડિયામાં ખાલી થઈ શકે છે. આનાથી ઉનાળા સુધીમાં આર્થિક આંચકો અને મંદી આવી શકે છે.

એપોલોના મુખ્ય અર્થશાસ્ત્રી ટોસ્ટન સ્લોકે એક સમયરેખા રજૂ કરી. તે સમજાવે છે કે સપ્લાય ચેઇન કેવી રીતે ખોરવાઈ શકે છે. તેમણે કહ્યું કે ચીનથી શિપમેન્ટ મે મહિનાના મધ્ય સુધીમાં બંધ થઈ શકે છે, જેના કારણે મે મહિનાના અંત સુધીમાં ઉત્પાદનની અછત સર્જાઈ શકે છે અને છૂટક વેચાણમાં ઘટાડો થઈ શકે છે. આગળ, ટ્રકિંગ અને રિટેલ ક્ષેત્રોમાં નોકરીઓ ગુમાવી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *