
નવનિયુક્ત પોપ લીઓ ૧૪એ રવિવારે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં પોતાના પ્રથમ સંદેશમાં વિશ્વ શાંતિ માટે આહ્વાન કર્યું અને ભારત-પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા સીઝફાયરનું સ્વાગત કર્યું. તેમણે વિશ્વની મહાસત્તાઓને “હવે યુદ્ધ નહીં”ની અપીલ કરી અને દિલ્હી-ઈસ્લામાબાદ વચ્ચે ચાલતી વાટાઘાટો દ્વારા કાયમી શાંતિની આશા વ્યક્ત કરી. પોપે ઉમેર્યું. “પરંતુ વિશ્વમાં હજુ ઘણા અન્ય સંઘર્ષો ચાલી રહ્યા છે!” ૮ મે, ૨૦૨૫ના રોજ પોપ તરીકે ચૂંટાયેલા લીઓ ૧૪એ યુક્રેનમાં “સાચી અને કાયમી શાંતિ” માટે ગાઝામાં સીઝફાયર અને હમાસ દ્વારા બંધક બનાવાયેલા તમામ ઈઝરાયેલી નાગરિકોની મુક્તિની માગણી કરી તેમણે બીજા વિશ્વયુદ્ધની ૮૦મી વર્ષગાંઠનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ યુદ્ધમાં લગભગ ૬૦ મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા.
તેમણે ચેતવણી આપી કે આજનું વિશ્વ “ત્રીજા વિશ્વયુદ્ધના ટુકડાઓમાં લડાતા યુદ્ધના નાટકીય દૃશ્યમાં” જીવી રહ્યું છે, જે પૂર્વ પોપ ફ્રાન્સિસની ઉક્તિને પુનરાવર્તિત કરે છે. સેન્ટ પીટર્સ સ્ક્વેર અને વાયા ડેલા કોન્સિલિઆઝિઓનેમાં ઉપસ્થિત હજારો લોકોએ શાંતિના આહ્વાન પર તાળીઓથી સ્વાગત કર્યું પોપે યુક્રેનના લોકોના દુખદ યાતનાઓને હૃદયમાં સમાવ્યા હોવાનું જણાવ્યું અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધથી “ગહન દુ:ખ” વ્યક્ત કર્યું. તેમણે તાત્કાલિક સીઝફાયર, માનવીય સહાય અને હમાસ દ્વારા બંધક બનાવાયેલા બાકીના બંધકોની મુક્તિની હાકલ કરી. સેન્ટ પીટર્સ સ્ક્વેર અને વાયા ડેલા કોન્સિલિઆઝિઓનેમાં હાજર લોકોએ પોપના “હવે યુદ્ધ નહીં “ના આહ્વાનને તાળીઓથી વધાવ્યું. પોપે યુક્રેનના લોકોની યાતનાઓ અને ગાઝાના યુદ્ધથી ગહન દુ:ખ વ્યક્ત કર્યું. જેની શાંતિ માટે તેમણે વૈશ્વિક સમુદાયને અપીલ કરી.