
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના સરગોધા ખાતે આવેલા કિરાના હિલ્સમાં એક મોટા દારૂગોળા ભંડાર પર હવાઈ હુમલો કરી દુનિયાભરમાં ઇતિહાસ રચ્યો છે. આ ભંડારમાં પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો સંગ્રહ પણ હોવાનું જાણવા મળ્યું છે. એક સાર્વભૌમ રાષ્ટ્રના પરમાણુ હથિયારોના ભંડાર પર અન્ય રાષ્ટ્ર દ્વારા હુમલો થવાની આ વિશ્વની પ્રથમ ઘટના છે. એર માર્શલ એ. કે. ભારતીએ આ હુમલાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, “અમારા તમામ પાઇલટ સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. આ ઉપરાંત, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના અનેક ફાઇટર જેટ નષ્ટ કર્યા છે.” આ હુમલામાં ભારતીય વાયુસેનાએ અદ્ભુત ચોકસાઈ અને શક્તિનું પ્રદર્શન કર્યું છે. એક્સ પ્લેટફોર્મ પરની પોસ્ટ્સ અનુસાર, આ હુમલો ૧૦ મે, ૨૦૨૫ના રોજ કિરાના હિલ્સ અને સરગોધા એરબેઝ નજીક આવેલા દારૂગોળા ભંડાર પર કરવામાં આવ્યો હતો. આ ભંડારમાં પરંપરાગત શસ્ત્રો ઉપરાંત પરમાણુ હથિયારોનો સંગ્રહ પણ હોવાનું દાવો કરવામાં આવ્યો છે.
ભારતીય યુએવી (અનમેન્ડ એરિયલ વ્હીકલ) દ્વારા કરાયેલા આ હુમલાએ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ વ્યવસ્થાને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. અન્ય એક પોસ્ટમાં જણાવાયું છે કે, નૂર ખાન એરબેઝ પર થયેલા હુમલામાં પાકિસ્તાનના સી-૧૩૦ વિમાનો. બે આઈએલ-૭૮ રિફ્યુઅલર્સ અને સાબ અર્લી વોર્નિંગ સિસ્ટમ (એઇડબલ્યુએન્ડસી) નષ્ટ થયા છે. આ ઉપરાંત, જેકોબાબાદ અને ભોલારી જેવા અન્ય એરબેઝ પર પણ ભારતીય હુમલાઓ થયા હોવાની માહિતી છે. આ હુમલા બાદ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી (ડીઓઈ)એ તાત્કાલિક એક વિમાન કિરાના હિલ્સના નુકસાનગ્રસ્ત સ્થળે મોકલ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે. એક્સ પરની એક પોસ્ટમાં દાવો કરાયો છે કે, આ હુમલા દ્વારા ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તેની પહોંચ પાકિસ્તાનના દરેક ખૂણે છે. આ હુમલાએ પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોના દાવાને પણ પડકાર્યો છે.