આ કંકોતરી છે કે કોઇ ક્રાર્યક્રમની આમંત્રણપત્રિકા!!.. પ્રસંગોમાં તારીખોનો ગોટાળો વાગ્યો… જાન પ્રસ્થાન – ૨૧ એપ્રિલ : જાન વિદાય- ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫

Spread the love

 

કોઈ આમંત્રણપત્રિકા હોય કે લગ્નની કંકોતરી, એમાં સ્થળ અને સમય લખવામાં વિશેષ ધ્યાન રાખવું પડે. જોકે કયારેક ધ્યાન ન રહે અને તારીખો ખોટી છપાઈ જાય તો કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એનો એક કિસ્સો તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે.

આ કંકોતરીમાં જાન પ્રસ્થાન અને જાન વિદાય જેવા પ્રસંગોમાં તારીખોનો ગોટાળો થઈ ગયો હોવાથી જાન પહોંચ્યાના ત્રણ મહિના પહેલાં જ એની વિદાય થઈ જશે એવું લખાયું છે.

જાન પ્રસ્થાનની તારીખ લખાઈ છે ૨૧ એપ્રિલ, પણ લગ્ન પછી જાનને વિદાય કરવાની તારીખ લખાઈ છે ૨૨ ફેબ્રુઆરી. બન્ને તારીખોમાં વર્ષ ૨૦૨૫નું જ છે, પણ વિદાયમાં એપ્રિલને બદલે ફેબ્રુઆરી લખાઈ ગયું હોવાથી અનેક લોકો એ વાંચીને ચકિત થઈ ગયા હતા.

ઘણી વાર પ્રુફરીડિંગની ભૂલને કારણે આવું થાય એ સ્વાભાવિક છે, પરંતુ કંકોતરી જેવી મહત્ત્વની ચીજમાં પ્રીટિંગ થઈને શું આવ્યું છે એ ચકાસ્યા વિના જ મહેમાનોને મોકલી દેવાતાં આવો ફિયાસ્કો થઈ જાય છે.

સોશ્યલ મીડિયા પર આ કંકોતરીને ટાઇમ ટ્રાવેલનું આમંત્રણ ગણવામાં આવી છે. આ કંકોતરીના પૂફમાં થયેલી ભૂલ હતી કે પછી મહેમાનો સુધી એ પહોંચી ગઈ હતી એનો કોઈ ફોડ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com