ભાવનગર: ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર હેબતપુર અને સાંઢીડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના બનાવમાં સ્થળ ઉપર ત્રણ લોકોના મોત થયા જ્યારે સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત નિપજતા મોતનો આંકડો કુલ પાંચ પર પહોંચ્યો છે.
સ્કોર્પિયો અને કિયા સેલટોસ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે સ્કોર્પિયો કાર એક્સપ્રેસ હાઈવેથી નીચે ઉતરી ગઈ હતી.