db32b393-98b1-4f60-8770-6bc11542ef36 a5869df7-1084-4699-b2f4-8457c3bdbb25
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ની અસરકારક અમલવારી કરાવી શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ શહેરમાંથી દુર કરવાની થયેલ અભુતપુર્વ કામગીરીની રાજયના તમામ શહેરોએ નોંધ લીધેલ. લાયસન્સ / પરમીટ વગરના તથા રખડતા પશુઓને પકડી દાણીલીમડા અને બાકરોલ કરૂણા મંદિરમાં રાખી ઘાસચારો, પાણી, તબીબી સારવાર, દેખરેખ, સેવા નિભાવ જેવી પશુવિષયક વ્યવસ્થાઓ / સવલતો ઉભી કરાયેલ છે. કરૂણા મંદિરમાં દૈનિક ધોરણે ૨૫૦૦ કિ.ગ્રા જેટલુ છાણ / ગ્રીન વેસ્ટ જનરેટ થાય છે. કચરાના પ્રોસેસીંગ માટેના માન્ય સિધ્ધાંતો Reduce, Reuse, Recycle, Resource, Repurpose energy નો concept બજેટ બુક ૨૦૨૪-૨૫માં રજૂ થયેલ “Circular Economy” concept તથા “Net Zero Cell” ની ગાઈડલાઈન મુજબ જનરેટ થતા છાણમાંથી રીસોર્સ, એનર્જી, રિયુઝ કરી છાણમાંથી વિવિધ પ્રોડકટસ્ બનાવવામાં આવે છે. દૈનિક ધોરણે જનરેટ થતુ ૨૦૦૦ કિ.ગ્રા. જેટલુ છાણ મ્યુનિ. કોર્પો.ના બગીચા ખાતાની ગ્યાસપુર ખાતેની સાઈટમાં લઈ જઈ ખાડો કરી આ છાણ રાખવામાં આવે છે. નિયતસમય બાદ તે સુકાય જાય છે તથા પ્રક્રિયા થયા બાદ તૈયાર થતા ખાતરનો મ્યુનિ. કોર્પો.ના ૬૨ જેટલા ગાર્ડનમાં દૈનિક ધોરણે ૧૫૦૦ કિ.ગ્રા. થી પણ વધારે ખાતર તરીકે રોપા ઉછેર, નર્સરી, સોઈટ એનરીચર, તરીકે હાલમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાથી દૈનિક ધોરણે છાણ /સૂકા ઘાસનો ઉપયોગ કરી છાણાં, સ્ટીક, ખાતર વિગેરે બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ વૈદિક હોળી તથા શહેરના સ્મશાનોમાં અંતિમવિધિમાં થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ કરી વર્ષ ૨૦૨૫ માં સાત ઝોનમાં ૫૭ સ્થળોએ છાણમાંથી બનેલ છાણાં / સ્ટીક પુરા પાડી નાગરિકો દ્વારા થયેલ વૈદિક હોળીની ઉજવણી કરાયેલ.
બાકરોલ અને દાણીલીમડા કરૂણા મંદિર ખાતે ઇન્સ્ટોલ કરાયેલ બાયોગેસ પ્લાન્ટની વિશેષતાઓ :-
>> કેપીટલ કોસ્ટ રૂા.૩૨ લાખ.
> છાણ, ઘાસચારા વિગેરેના ગ્રીન વેસ્ટનો ઉપયોગ દૈનિક ૧ ટન.
> દૈનિક ધોરણે ૫૦ કિ.ગ્રા. બાયોગેસ જનરેટ થશે. જેનો ઉપયોગ કોમ્યુનીટી કીચન, કેન્ટીન વિગેરેમાં કરી શકાશે.
છ કરૂણા મંદિરની મુલાકાતે ગૌ-વંશની સેવા અર્થે આવનાર મુલાકાતીઓ માટે ચા-કોફી, નાસ્તો વિગેરેની સુવિધા અર્થે બાયોગેસનો ઉપયોગ કરવા આયોજન કરાશે.
> દૈનિક ધોરણે ૪૦ યુનિટ ઈલેકટ્રીસીટી જનરેટ થશે. જેનો ઉપયોગ કરૂણા મંદિરની પ્રિમાઈસીસની લાઈટો માટે થવાથી વીજળીના બિલમાં ઘટાડો થશે.
– બાયોગેસની સાથે જનરેટ થતી સ્વલરી સોઈલ એનરીચર હોવાથી નર્સરી તથા ઓર્ગેનીક ખેતીમાં ઉપયોગ કરી શકાશે.
> બાયોગેસનુ ખાતર જનરેટ થશે જે કીચન ગાર્ડન, નર્સરી તથા ઓર્ગેનીક ખેતીમાં ઉપયોગ કરી શકાશે.
> શાકભાજી, ફુલો, ફળો, પાંદડા, ફુડ વેસ્ટ, હોટલ, કિચન વેસ્ટ, હોર્ટીકલ્ચર વેસ્ટ વિગેરે ઓર્ગેનીક ગ્રીન વેસ્ટનો ઉપયોગ કરી શકાશે.
> ઓર્ગેનીક ખેતી, કીચન ગાર્ડન, નર્સરી, ઓર્ગેનીક બાયો ખાતર, સોઈલ એનરીચર વિગેરેના ઉપયોગથી જમીન ફળદ્રુપ બનશે.
“Zero waste city” ની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન બની રહેશે.
