અમદાવાદ
નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના નિર્દેશનો, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની વખતોવખતની ગાઈડ લાઈન, ધી ક્રુઆલ્ટી ટુ એનીમલ એકટ-૧૯૬૦, ભારત સરકારશ્રીના “Ministry of Fisheries, Animal Husbandry and Dairying, New Delhi” દ્વારા પ્રસિધ્ધ થયેલ એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ-૨૦૨૩ તથા Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), “Rabies free Ahmedabad city-૨૦૩૦” માટેની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ) ની નોંધણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ http ://ahmedabadcity.gov.in પર થી ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાલતુ શ્વાન (પેટ ડોગ) નોંધણી ફી રૂા. ૨૦૦/- ની ચુકવણી કરી ફરજીયાત નોંધણી કરાવવાની પ્રક્રિયા તા.૦૧/૦૧/૨૦૨૫ થી કરવા વિવિધ દૈનિક વર્તમાનપત્રો જેવાકે તા.૧૨/૧૨/૨૦૨૪, “દિવ્યભાસ્કર”, “નવગુજરાત સમય”, તા.૦૧/૦૧/૨૦૨૫, “સંદેશ”, “ગુજરાત સમાચાર”, “The Times of India”, “The Indian Express” તથા તા.૨૬/૦૩/૨૦૨૫ “સંદેશ”, “દિવ્યભાસ્કર”માં જાહેર નોટિસ અપાયેલ છે. તેમ છતાં બનાવ/ઘટના સાથે સંકળાયેલ શ્વાનના માલિક દ્વારા રજીસ્ટ્રેશન કરાયેલ નથી.
પૂર્વ ઝોનમાં આવેલ રાધેય રેસીડેન્સી, લાલગેબી સર્કલ, હાથીજણ વિસ્તારના ફલેટ નં-એ/૨૦૨ માં વસવાટ કરતા શ્રી દિલીપભાઇ પટેલ દ્વારા રાખવામાં આવતા રોટવીલર પ્રકારના પાલતુ શ્વાન દ્વારા તા.૧૨/૦૫/૨૦૨૫ ના રોજ બાળક પર કરાયેલ હુમલાના બનાવ અન્વયે તા.૧૩/૦૫/૨૦૨૫ ના રોજ સી.એન.સી.ડી. વિભાગના સુપ્રિટેન્ડેન્ટ અને વેટરનરી ડોક્ટર દ્વારા સ્થળ તપાસ કરાયેલ. જે સમયે પાલતુ શ્વાનનો માલિક અથવા પાલતુ શ્વાન ઉપરોક્ત જગા પર મળેલ નહિં. જેથી મ્યુનિ.કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગના સુપ્રિટેન્ડેન્ટ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પાલતુ શ્વાનના માલિક દ્વારા પાલતુ શ્વાનનુ મ્યુનિ.કોર્પોરેશન પાસે રજીસ્ટ્રેશન નહિ કરાવવા અંગે, અન્યને નુકશાન થાય તે રીતે છૂટુ મુકવા અંગે, અન્યને નુકશાન થયાના બનાવ અંગે, પાલતુ શ્વાનના કારણે અન્યને થતી હેરાન ગતી, પાલતુ કુતરુ કરડવાના બનાવો બાબતે પાલતુ શ્વાનના માલિક શ્રી દિલીપભાઇ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં રજુઆત કરાયેલ. તેમજ સદર બનાવ/ઘટનાના અનુસંધાને સદર ફલેટના રહીશો દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રીને પાલતુ શ્વાનના માલીક સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા અરજી આપવામાં આવેલ. જેના આધારે વિવેકાનંદનગર પોલીસ દ્વારા સદર બનાવ સાથે સંકળાયેલ પાલતુ શ્વાનના માલિક શ્રી દિલીપભાઇ પટેલને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ. તેમજ સદર શ્વાનના માલિક પાસેથી હાલમાં શ્વાન રાખવામાં આવેલ તે મેમનગર વાળા સ્થળે પોલીસ સ્ટેશન સ્ટાફ, સી.એન.સી.ડી. વિભાગના ડોગ કોચીંગ સ્ક્વોર્ડ, સુપ્રિટેન્ડેન્ટ, પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ વિઝીટ કરી કાળા કલરનો રોટવીલર ડોગને પકડીને મ્યુનિ.કોર્પોરેશનના ડોગ શેલ્ટરમાં પુરવામાં આવેલ છે. જેનાથી અન્યને નુકશાન ન થાય. આ અંગે પોલીસે પાલતુ શ્વાનના માલિક શ્રી દિલીપભાઇ પટેલ સામે આગળની કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરેલ છે.