સોશિયલ મીડિયામાં ભાજપા કોર્પોરેટરની ઠટ્ઠા મશ્કરી કેટલા અંશે વ્યાજબી ?રાજકોટ ભાજપાના કોર્પોરેટર ચેતન સુરેજા બેજવાબદારીપૂર્વક કહે છે કે, ‘મેં તો મસ્તીમાં પોસ્ટ મૂકી છે’ : હિંમતસિંહ
અમદાવાદ
પહેલગામમાં બરબતાપૂર્વક નિર્દોષ નાગરિકો પર આતંવાદી હુમલા સામે મજબુત સૈન્ય કાર્યવાહીમાં તમામ સાંસદ, તમામ પક્ષ, તમામ વર્ગ, તમામ જાતિ, તમામ પ્રાંત એક થઈને ભારતીય સૈન્યને બિરદાવતી હોય ત્યારે સોશિયલ મીડિયામાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા “૨૪૦ સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે” આવી બેજવાબદાર પોસ્ટ છતાં કોઈ પગલા નહિ ત્યારે ભાજપા નેતૃત્વનો જવાબ માંગતા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય સેના જીવના જોખમે યુદ્ધ લડી છે ત્યારે સોશિયલ મીડિયામાં ભાજપા કોર્પોરેટરની ઠટ્ઠા મશ્કરી કેટલા અંશે વ્યાજબી ? સરહદ પર ભારતીય સેના શત્રુ રાષ્ટ્ર અને ત્રાસવાદીઓના દાંત ખાટા કરી રહી છે, ત્યારે ભાજપના કોર્પોરેટરને મસ્તી સુજી રહી છે. જે એક ગંભીર બાબત છે. રાષ્ટ્રીય સલામતી અને ભારતીય સેનાની અભૂતપૂર્વક વખાણવા લાયક બહાદુરીની સમગ્ર દેશ ગુણગાન ગાઈ રહ્યું છે ત્યારે રાજકોટ ભાજપાના કોર્પોરેટર ચેતન સુરેજા બેજવાબદારીપૂર્વક કહે છે કે, ‘મેં તો મસ્તીમાં પોસ્ટ મૂકી છે’, યુદ્ધ જેવી સ્થિતિમાં નેતાને મસ્તી સુઝે અને રમુજ કરવાનું મન થાય, તે ગંભીર બાબત છે એક પછી એક ભાજપ નેતા આવી “મસ્તી”માં જોડાઈ પણ રહ્યા છે.
જાહેર જીવનમાં અને બંધારણીય હોદ્દા પર રહેલા વ્યક્તિએ કોઈ પોસ્ટ કરતા પહેલા સારી રીતે વિચારવું જોઈએ સમગ્ર આ મામલો રાષ્ટ્રીય સલામતી અને ભારતીય સેના સાથે જોડાયેલો છે. ભારતીય સૈન્ય યુદ્ધ કરે અને વિજય હાંસલ કરે અને તેની પર રાજકારણ કરવામાં આવે છે. હવે જેટલી સીટો જીતાડો તેટલું યુદ્ધ થાય એવી ? ભાજપના કોર્પોરેટર ત્રણ દિવસ પૂર્વે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી અને તેમાં લખ્યું હતું કે, ‘કોઈ હડબડી નહિ, આરામ સે આનંદ લીજીએ… સશક્ત ભારતીય સેના કે શોર્ય કા….’ આ પોસ્ટ પછી ભાજપમાં એવી ચર્ચાઓ થવા લાગી હતી કે શું યુદ્ધ મજા લેવાની વાત કે ટીપ્પણી કરવાનો મુદ્દો છે ? ત્યારે ભારતીય સૈન્યના અપમાન બદલ ભાજપાના કોર્પોરેટરો પર ફોજદારી રાહે રાષ્ટ્રદ્રોહનો ગુન્હો દાખલ કરવા કોંગ્રેસ પક્ષની માંગ છે