
અમદાવાદ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 18 મેના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. નારણપુરા વિસ્તારમાં 132 ફુટના રિંગ રોડ પર રૂ. 117 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઓવરબ્રિજ તૈયાર થઈ જવાને પરિણામે અંદાજે દોઢ લાખથી વધુ નાગરિકો, વાનહચાલકોને લાભ થશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 925 મીટર લંબાઈ અને 8.40 મીટર બ્રિજની પહોળાઈ છે. બંન્ને તરફ બ્રિજ પર 99 લાઈટ પોલ નાંખવામાં આવ્યા છે. બ્રિજ શરૂ થવાને પરિણામે નારમપુરા, વાડજ, અકબરાગનર, AEC તરફ અવર જવર કરનામાં વાહનચાલકોને વધુ સરળતા રહેશે. કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ આ સાથે કરવામાં આવશે ચીમનભાઈ ઓવર બ્રિજમાં વધુ એક નવી પાક બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત તેમજ હાઉસિંગ પ્રોજેક્ટના ડ્રો અને મકાન ફાળવવા અંગેના કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે.