હિરલબા જાડેજા ખંડણી કેસ મામલે મોટો ઘટસ્ફોટ

Spread the love

 

હિરલબા જાડેજા અપહરણ અને ખંડણી કેસ મામલે પોરબંદર જિલ્લા પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બેન્કના એકાઉન્ટની તપાસ ચાલતી હતી. કેટલીક તપાસ દરમિયાન 14 બેન્ક એકાઉન્ટની માહિતી મળેલ જેમાં સાઇબર દ્રારા ક્રાઈમની તપાસ કરેલ 14માંથી 5 એકાઉન્ટમાં સાઇબર ક્રાઈમ જ પૈસા આવેલ જે કર્ણાટક, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પોરબંદરના એકાઉન્ટમાં આવેલ કોટક મહિન્દ્રા બેન્કના હતા. 14 એકાઉન્ટ એજ વ્યક્તિ હિરલબા જાડેજા એ ખોલાવેલ સૂરજ પેલેસ ખાતે બેન્ક મેનેજર રૂબરૂ જઇ ને ખોલેલા હતા. તમામ 10 એકાઉન્ટમાં એડ્રેસમાં સરનામું સૂરજ પેલેસ હતું. બેન્કમાંથી મળતી કોટ હિરલબા અને તેના માણસો લઈ લેતા. ભારતના અલગ અલગ રાજ્યોમાંથી સાઇબર ફ્રોડ થયેલ જેમાં 7 અરજી મળેલ જેની કુલ રકમ 35.70 લાખ હિરલબા અને એના સાગરીતો ઉપાડી લેતા કેટલાકમાં એ.ટી.એમથી ઉપડેલ હતી. જેના નામના એકાઉન્ટ છે તેમના મૂળ ખાતેદારને પૈસા મળ્યા નથી. અલગ અલગ રાજ્યોમાં ડિજિટલ ધમકી આપી જે બાબત કર્ણાટક 1.10 કરોડ પાસેથી મેળવી હતી. ડિજિટલ એરેસ્ટના નામે એક મહિલા પાસેથી 1 કરોડ 30 હજાર મેળવ્યા હતા. અત્યાર સુધીમાં 3.50 કરોડની રકમનું ફ્રોડ કર્યું છે. આજે હિરલબા સહિત 6 લોકો સામે આઈ.પી.સી.ની કલમ 120 બી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *