
કચ્છ-ભુજ
લોડાઇ પ્રાથરીયા આહીર સમાજે મહત્વનો નિર્ણય લીધો છે. સોનાના દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ લગાવાયો છે. સોનાનો ભાવ 1 લાખ પર પહોંચતા નિર્ણય લીધો છે. સામાન્ય આહિર પરિવારને સોનું પરવડતું નથી. સોનું લેવામાં દેવામાં ન ડૂબી જાય તે માટે નિર્ણય લેવાયો છે. કચ્છના લોડાઇ પ્રાથરીયા આહીર સમાજે એક ખુબજ સરાહનીય નિર્ણય લીધો છે. આહીર સમાજે લગ્નમાં સોનાના દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોનાના ભાવ હાલ આસમાને છે. આવા સંજોગોમાં સોનાની લેતી-દેતી દરેક પરિવારને પરવડતી નથી. વ્યવહાર અને રીત રીવાજોની સાચવણીમાં કોઇ આર્થિક રીતે સામાન્ય આહિર પરિવાર મુંઝવણમાં ન મુકાય કે દેવામાં ન ડૂબી જાય તે માટે આ ઉમદા નિર્ણય લેવાયો છે.
આજકાલ લગ્નમાં લાખ્ખો રૂપિયા પાણીની જેમ વપરાઇ જાય છે. માત્ર જમણવારનો ખર્ચ જ દોઢથી બે લાખ જેટલો થતો હોય છે. એ તો ઠીક સમાજના ચાલતા રીતરીવાજ પ્રમાણે સોનાની લેતી-દેતીમાં આર્થિક રીતે નબળો પરિવાર દીકરા કે દીકરીના લગ્ન કરાવવામાં મોટા દેવામાં ડૂબી જતો હોય છે. આ બધા વચ્ચે કચ્છના લોડાઇ પ્રાથરીયા આહીર સમાજ દ્વારા એક ખુબજ સુંદર નિર્ણય લેવાયો છે. આહીર સમાજે લગ્નમાં સોનાના દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોનાના ભાવ હાલ આસમાને છે. આવા સંજોગોમાં સોનાની લેતી-દેતી દરેક પરિવારને પરવડતી નથી. વ્યવહાર અને રીત રીવાજોની સાચવણીમાં કોઇ આર્થિક રીતે સામાન્ય આહિર પરિવાર મુંઝવણમાં ન મુકાય કે દેવામાં ન ડૂબી જાય તે માટે આ ઉમદા નિર્ણય લેવાયો છે.લોડાઇ પ્રાથરીયા આહીર સમાજમાં આ ઉપરાંત પણ બીજા ઘણા મહત્વપૂ્ર્ણ નિર્ણયો લેવાયા છે.