
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી મસમોટું કૌભાંડ આચરનારા BZ ગ્રૂપનાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઈ મોટા સમાચાર આવ્યા છે. આરોપી ભૂપેન્દ્ર ઝાલાની સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં આવેલી કેટલીક મિલકતો ટાંચમાં લેવાશે. 8 જેટલા મામલતદારોને હિંમતનગર નાયબ કલેક્ટરે પત્ર લખી આરોપીની મિલકતો સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે. પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા નાયબ કલેક્ટરે જાણ કરી છે. રોકાણકારોના ફસાયેલા નાણા પરત મળે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં હજારો કરોડ રૂપિયાનું સૌથી મોટું કૌભાંડ આચરનારા BZ ગ્રૂપનાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીઓ વધી છે. આરોપી ભૂપેન્દ્ર ઝાલાની મિલકતોને હવે ટાંચમાં લેવાશે. માહિતી અનુસાર, હિંમતનગર નાયબ કલેક્ટરે આઠ મામલતદારોને પત્ર લખી પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા જાણ કરી છે. આથી, આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં આવેલી મિલકતોને લઈ હવે કાર્યવાહી થઈ શકે છે. માહિતી અનુસાર, રોકાણકારોનાં ફસાયેલા નાણા પરત મળી શકે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. GPID એક્ટ હેઠળ રોકાણકારોને રકમ પરત અપાવવા કાર્યવાહી કરવામાં આવશે. નાયબ કલેક્ટર દ્વારા હિંમતનગર, તલોદ (Talod), માલપુર, માણસા, મોડાસા (Modasa) સહિતનાં મામલતદારોને પત્ર લખીને સૂચન કરાયું છે. આ કાર્યવાહી આગામી થોડા દિવસમાં જ શરૂ થશે એવી માહિતી છે.