બોગસ સ્ટેમ્પ બનાવી સરપંચની ખોટી સહીઓ કરી સરકારી તળાવ કબ્જે કર્યું

Spread the love

 

જિલ્લાના કડી તાલુકાના નાની કડી ગામ ખાતે ખાનગી વ્યક્તિ દ્વારા સરકારી તળાવ પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે હકીકત સામે આવતા પોલીસ વિભાગ તથા તલાટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી તો હાસ્યાસ્પદ કાર્યવાહી કરાઈ હોય તેવું સામે આવી રહી છે. ત્યારે 13 મે 2025ના રોજ મહેસાણા અધિક કલેકટર જસવંત જેગોડાને સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ હતી. મહેસાણા જીલ્લા અધિક કલેકટર જસવંત જેગોડાએ પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે નાની કડી ગામ ખાતે તળાવ પચાવી પાડવાનો મામલો સામે આવતા કડી પ્રાંત અધિકારીને ફોન કરીને યોગ્ય તપાસ કરવાની સૂચના આપી દેવામાં આવી છે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી હાલ અહીંયા ઉપસ્થિત છે. આ રજૂઆત સંદર્ભે સ્થળ તપાસ કરી કબજો જણાઈ આવશે તો યોગ્ય પગલાં લઈ કબ્જો દૂર કરી ગ્રામ પંચાયતને ગ્રામજનોનાં જાહેર ઉપયોગ માટે પરત અપાવવામાં આવશે. સામાજિક કાર્યકર અતુલ દવેએ એચડી ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 1989માં નાની કડી ગામ ખાતે રહેતા ખાનગી વ્યક્તિ વિષ્ણુભાઈ ભવનભાઈ પટેલ દ્વારા જુના સર્વે નંબર 20 જેનો નવો સર્વે નંબર 1397 વાળી જમીન 1 જુલાઈ 1957ના રોજ ગ્રામ પંચાયતને સુપ્રત કરવામાં આવી હતી. જયારે આ તળાવની જમીનને વિષ્ણુભાઈ ભવનભાઈ પટેલ દ્વારા ₹5ની કિંમતના ખોટા સ્ટેમ્પ પેપરનું એકિઝક્યુટિવ મેજિસ્ટ્રેટ, મેટ્રોપોલિટન એરિયા અમદાવાદની રૂબરૂમાં થયેલું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સહી અને સિક્કા સાથેનું લખાણ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગે તળાવની માલિકીનો દાવો કરનાર વિષ્ણુભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે કે 27 ડિસેમ્બર 1989ના રોજ એમના પિતાજી ભવાનભાઈ શિવદાસ પટેલને જય દ્વારકાધીશ ગૌશાળા બનાવવા માટે આપવામાં આવેલી છે.
અતુલભાઇએ વધુમાં ઉમેર્યું હતું કે બોગસ સ્ટેમ્પ રજૂ કરવામાં આવ્યો છે કારણકે જમીન આપનાર વ્યક્તિની માત્ર સહી છે જેમાં એમના હોદ્દાનો ઉલ્લેખ છે પરંતુ નામનો ઉલ્લેખ જ નથી. એટલે ખરેખર સ્ટેમ્પમાં સહી છે તે જેતે સમયના સરપંચની છે કે પછી કોઈએ એમના વતી ખોટી સહી કરી છે એ પણ જોવું રહ્યું! બીજું ખાસ કે જ્યારે કોઈ પણ સરકારી જમીન કોઈ ખાનગી વ્યક્તિને ફાળવવામાં આવે છે ત્યારે એનો વિવિધ શરતોને અને સમયગાળો દર્શાવતો વિસ્તૃત લખાણ સાથેનો દસ્તાવેજ બનાવવામાં આવે છે અને એ દસ્તાવેજની સ્થાનિક સબ રજિસ્ટર કચેરીમાં નોંધણી કરાવવામાં આવે છે અને આવા કરારમાં સરકાર તરફથી નિયુક્ત અધિકારીની સહી હોય છે આ બોગસ સ્ટેમ્પમાં સરપંચની સહી છે એવુ વિષ્ણુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ કાયદાકીય રીતે આવા દસ્તાવેજમાં અધિકારી જ સહી કરી શકે છે પદાઅધિકારી એટલે કે સરપંચ પાસે આવી કોઈ થતા જ નથી બીજું કે આ લખાણમાં ગ્રામ પંચાયતના ઠરાવ નંબરનો ઉલ્લેખ નથી તેમજ તેઓ દ્વારા સરકારના જે હુકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ હુકમ મુજબ સરકારે આ જૂના સર્વે નંબર 20નું તળાવ એમના પિતાજી ભવાન શિવદાસ પટેલને નહીં પરંતુ નાની કડી ગ્રામ પંચાયતને સુપ્રત કરેલ છે. જે જોતા સ્પષ્ટ થઈ જાય છે કે આ સ્ટેમ પેપર પ્રથમ દ્રષ્ટિએ જ બોગસ જણાઇ આવે છે. સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા માગણી કરવામાં આવી છે કે તારીખ 27 ડિસેમ્બર 1989ના સ્ટેમ્પ પેપરની સઘન તપાસ કરવામાં આવે. આ સ્ટેમ્પ પેપર બનાવવામાં આવેલા તમામ શખ્સો વિરુદ્ધ બોગસ દસ્તાવેજો બનાવીને રજૂ કરવા બદલે FIR દાખલ કરવામાં આવે. આ ટોળકી દ્વારા આવા કેટલાક સ્ટેમ્પ નાની કડી ગ્રામ પંચાયતની માલિકીનું તળાવ બતાવવાના કાવતરામાં સામેલ તમામ શખ્સો સામે કડકમાં કડક દાખલ રૂપ કાર્યવાહી કરવામાં આવે અને આ સિવાય ઉપર જણાવેલ ઇસમ દ્વારા અન્ય કોઈ સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોય તો એ જમીન ખુલ્લી કરી દબાણકર્તા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *