હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ફરી એક વખત કમોસમી વરસાદ ની આગાહી કરી છે. 24 મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. 25 મે આસપાસ અરબી સમુદ્રમાં સાઈકલોન બનવાની શક્યતા છે. સાઈકલોન ના કારણે સૌરાષ્ટ્ર ના ભાગોમાં વરસાદ પડી શકે છે.
25 મે બાદ ફરી એક વખત આકરી ગરમી પડવાની શક્યતાઓ. રાજ્યમાં 8 જુન આસપાસ ચોમાસુ બેસવાની શક્યતાઓ.