ઓપરેશન સિંદૂર બાદ આવતીકાલ 16 મેથી ત્રણ દિવસ ગુજરાત આવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

Spread the love

 

ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ખોંખરુ કર્યા બાદ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, આવતીકાલ 16મી મે શુક્રવારથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ગુજરાત મુલાકાત દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહ, પોતાના મતવિસ્તાર ગાંધીનગરમાં અનેકવિધ લોકોપયોગી કાર્યોનુ વિમોચન અને ખાતમૂર્હત કરશે.

જ્યારે 17 અને 18મી મેના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આવતા, ચાંદલોડિયા, જોધપુર, સાબરમતી આરટીઓ, સરખેજ વિસ્તારમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ કરશે.

 

અમદાવાદના નારણપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે રૂપિયા 117 કરોડના ખર્ચે બનેલા પલ્લવ સ્પિલિટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ કેટલાક વિવાદમાં રહ્યાં બાદ, 18મી મેના રોજ લોકાર્પણ કરાતા, 132 ફુટના રોડ ઉપર થઈને હેલ્મેટ અને એઈસી ચાર રસ્તા તરફથી અખબારનગર, રાણીપ, વાડજ જનારાને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળવાની સાથે ખૂબ જ રાહત મળશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

16 મે 2025

સાંજે 7:40 કલાકે ઘરે પહોંચશે

17 મે 2025

4 કલાકે ગાંધીનગર જવા રવાના

4: 45 થી 4: 55 સેક્ટર 21 22 ગાંધીનગર

4 55 થી 5 20 પીએચસી ગાંધીનગર

5:20 થી 5:25 કલાકે કોલવડા તળાવ ગાંધીનગર

5:40 પીએચસી વાવોલ

5:55 થી 6 હાઉસિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ, સિંધવાઈ માતા મંદિર

6-6:45 શિવેષ સોસાયટી ની બાજુમાં ગાંધીનગર કોર્પોરેશનના પ્રોજેક્ટ અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ લોકાર્પણ

7:15 થી 7:45 ગાલા એમ્પોરિયમ ડ્રાઇવિંગ સિનેમા થલતેજ ખાતે બેઠક

18 મે 2025

10:40 સાયન્સ સીટી હેલીપેડ જવા રવાના

10 45 થી 12:15 ગુજરાત સ્ટેટ સહકારી સંઘ કાર્યક્રમ

12:45 થી 1:40 મંગુબા વાડી પાર્ટી પ્લોટ મહેસાણા કાર્યક્રમ

1:50 થી 2:15 ફાલ્કન ફૂડ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ સાદરા મહેસાણા

આ કાર્યક્રમ પતાવીને હેલિકોપ્ટર મારફતે ઘરે રવાના

5:30 થી 5:40 પલ્લવ બ્રિજ લોકાર્પણ

5:50 થી 7:05 એએમસી આયોજિત જાહેર સભા પલ્લવ ક્રોસ રોડ અંકુર રોડ નારણપુરા

7:20 થી 8 જૈન નગર સોસાયટી મણિનગર હનુમાન મંદિર ની બાજુમાં રામબાગ ખાતે મીટીંગ

બેઠક

બાદ દિલ્હી જવાના

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *