આ તળાવમાં ડૂબકી માર્યા પછી ભલભલાની ચોરી પકડાઈ જાય છે

Spread the love

 

ઝારખંડની રાજધાની રાંચીમાં એક અનોખું તળાવ છે. એમાં ડૂબકી લગાવ્યા પછી તમારું કોઈ જુઠ્ઠાણું હોય તો છુપાતું નથી. લોકોનું માનવું છે કે આ તળાવમાં દૈવી શક્તિ છે. આ તળાવને લાઇ ડિટેક્ટર મશીન કહેવાય છે. ગામમાં ક્યાંય પણ પૂજાપાઠ થતા હોય તો અહીંથી જ જળ લઈ જવાય છે.

રાંચીના મોરાબાદી રોડ પર રાધાકૃષ્ણ મંદિરની પાછળ આ તળાવ આવેલું છે. એક સ્થાનિક રહેવાસીનું કહેવું છે કે એવું ઘણી વાર જોવા મળે છે કે ચોરીના મામલામાં સંડોવાયેલી સંદિગ્ધ વ્યક્તિઓને આ પાણીમાં ડૂબકી મરાવીએ તો એ પાણીમાંથી નીકળીને સાચકલો ચોર રાધાકૃષ્ણ મંદિરમાં જઈને ચોરી કબૂલી લે છે.

મંદિરના પૂજારીના ઘરમાં ચોરી થયેલી અને તેમને ચાર-પાંચ છોકરાઓ પર શક હતો. એમાંથી સાચા ચોરને શોધવા માટે પાંચેયને આ તળાવમાં ડૂબકી મરાવીને ચાલતા મંદિરે લઈ જવાયા. સાચા ચોરે પોતાની વાત કબૂલી લીધી. આવું એક વાર નહીં, અનેક વાર બન્યું છે.

લોકો ઘરના ઝઘડાની વાતોની પોલીસમાં જઈને ફરિયાદ કરવાને બદલે શકમંદને આ તળાવમાં ડૂબકી મરાવવાનો પ્રયોગ જ કરે છે. આ તળાવ ડરામણું નથી, પરંતુ એની લહેરો એટલી પવિત્ર છે કે એના કિનારે બેસીને લોકો કોઈની નિંદા પણ નથી કરતા. ગામના લોકો માટે આ તળાવ ગંગા જેટલું જ પવિત્ર છે અને અહીં નાહીને કે કિનારે બેસીને કંઈ પણ ખોટું કામ કરવાથી માતા રાની નારાજ થઈ જાય છે એવું માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *